જુનાગઢમાં ટીંબાવાડીના માથાભારે બુટલેગર સાગર મયાત્રાને હદપાર કરાયો

  • જુનાગઢ સી ડીવીઝન પોલીસે હદપારી હેઠળ રાજકોટ જિલ્લામાં ધકેેલ્યો

જુનાગઢ સી ડીવીઝન પોલીસે ટીંબાવાડીના માથાભારે તથા પ્રોહીબીશન બુટલેગર સાગર માધાભાઇ મીયાત્રાને હદપારી કાયદા હેઠળ રાજકોટ જિલ્લા ખાતે ધકેેલી દીધો છે હદપારીની દરખાસ્ત સી ડીવીઝન પોલીસે તૈયાર કરી એસડીએમને મોકલી પોલીસ અધિક્ષક શ્રી રવી તેજાએ હદપારી હુકમ ઇસ્યુ કરેલ હદપારી વોરંટ ઇસ્યુ બાદ આરોપી ધરપકડ ટાળવા માટે નાશતો ફરતો હતો દરમિયાન આજે ચોક્કસ બાતમી આધારે આરોપી પોતાને ઘેર મળવા આવતો હોવાની હકીકત મળતા ટીંબાવાડી પટેલ સમાજ નજીક વોચમાં રહી હદપારી હુકમની બજવણી કરીને રાજકોટ જિલ્લામાં મોકલી આપ્યો હતો આ કામગીરીમાં પીએસઆઇ કે.એસ. ડાંગર, ભગવાનજીભાઇ વાઢીયા સહિતે ફરજ બજાવી હતી.