જુનાગઢ, જૂનાગઢના પો.ઇન્સ. જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પો.ઇન્સ.શ્રી જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી તથા પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પો.કોન્સ. ગોવિંદભાઇ પરમાર ને સંયુકતમાં ખાનગીરાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ ગાંધીગ્રામ ખાતે રહેતા કાનો ઉર્ફે બાડો દેવરાજ કોડીયાતર, ભુપત પુંજા કોડીયાતર,કીરીટ ઉર્ફે કીડો ભગા છેલાણા ,ચના રાણા મોરી , પાંચા પુંજા કોડીયાતર,કાના રાણા મોરી વાળાઓએ તેના મળતીયાઓ સાથે મળી પુર્વ આયોજીત કાવત્રુ કરી પોતાના અંગત આર્થિક નફા માટે ગે.કા.રીતે બહારના રાજયમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ દારૂનુ માહી ડેરીની સામે આવેલ જફર મેદાનની ખુલ્લી જગ્યામાં કટીંગ કરવાની પેરવીમાં હોય તેવી ચોકકસ હકિકત મળેલ હોય. જે ચોકકસ બાતમી હકિકત આધારે સદરહું બાતમીવાળી જગ્યા ગાંધીગ્રામ પો.સ્ટે. થઇ ઇવનગર વાળા રસ્તે થઇ માહી ડેરી તરફ જતા માહી ડેરીની સામે આવેલ ઝફર મેદાનમાં ખુલ્લામાં એક ટ્રક તથા એક છોટા હાથી પડેલ હોય જેમાંથી અમુક ઇસમો ટ્રકમાંથી છોટા હાથીમાં કાંઇ હેર ફેર કરતા જોવામાં આવતા જે પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ નાશી ગયેલ. જે બ્જે વાહનો પાસે આવી વાહનોના ઠાઠામાં ચેક કરતા બાજરીના પ્લાસ્ટીકનાબાંચકાઓની આડશમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની જૂદી-જૂદી બ્રાન્ડની પુંઠાની પેટીઓ પડેલ જોવામાં આવતા તમામ મુદામાલ કબ્જે કરી જૂનાગઢ શહેર સી ડીવીજન પો.સ્ટે. ખાતે ગુન્હો રજી કરાવવામાં આવેલ.અને કુલ પેટી નંગ – 456, નાની મોટી બોટલ નંગ- 8604 કિ.રૂ.23,51,5ર0/-ટ્રક રજી.નં.જીજે-25-ટી-9839 ની કિ.રૂ.10,00,000/-અશોક લેલન છોટા હાથી રજી.નં.જીજે-27-એકસ-6730 કિ.રૂ.3,00,000/-બાજરાના કટા ભરેલ બાચકા નં.215 કિ.રૂ.1,07,500/- મળી કુલ કિ.રૂ.37,59,020/-નો મુદામાલ કબ્જે કરેલ છે.