જુનાગઢ અન્નક્ષેત્રમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની સુંદર સેવા

જુનાગઢમહાશિવરાત્રીના મેળામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા છેલ્લા 65 વર્ષથી સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચાલતું હતું, તે ચાલુ વર્ષે પણ પરંપરા મુજબ આયોજન કરેલ અને તેમા અમરેલીથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાન શ્રીમતી ઉર્વીબહેન અને શ્રી ભરતભાઇ ટાંકે જોડાઇને તેમા સેવા આપીે હતી અને સાધ્ાુ સંતોના આર્શિવાદ મેળવ્યા હતા.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – જુનાગઢના પ્રમુખશ્રી – મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ,ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ ચૌહાણ,મંત્રીશ્રી દિનેશભાઈ કાચા દ્વારા શિવરાત્રીએ જુનાગઢમાં 65 વર્ષથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ની વાડી, લંબે હનુમાન મેઈન રોડ ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં અનેક મહાનુભાવો આવ્યા હતા સતાધારના મહંત શ્રી વિજયબાપુના આર્શિવાદથી યોજાયેલા આ પરંપરાગત શુભ કાર્યમાં શ્રીમતી ઉર્વીબહેન અને શ્રી ભરતભાઇ ટાંક જોડાયા હતા અને રસોડામાં શ્રીમતી ઉર્વીબહેને સેવા આપી હતી. ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીશ્રી આરસી ફળદુ તથા શ્રી જયેશભાઇ રાદડીયા, શ્રી જવાહરભાઇ ચાવડા, પી.ડી. કાચા, સમાજના મહીલા પ્રમુખ શ્રીમતી મીનાબહેન ધીરુુભાઇ ગોહેલ, મમતાબહેન ટાંક તથા યુવા ટીમે જહેમત ઉઠાવી હતી.