જુના વાઘણીયા ખાતે અમરેલી એએસપી શ્રી અભય સોનીનો લોકદરબાર યોજાયો

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ 
  • લોક દરબારમાં કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરતા જુના વાઘણીયા પંથકના આગેવાનો

જુના વાઘણીયા,
જુના વાઘણીયા ગામે એસપી શ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી લોકદરબારનું આયોજન થયુ હતુ સ્થાનિક સ્વરાજની ચુંટણી અનુલક્ષીને લોકદરબારમાં એએસપી શ્રી અભય સોની બગસરા પો.સ્ટે.ના સ્ટાફ શ્રી રાવલ, શ્રી ગઢવી, શ્રી અમરેલીયા તથા સ્ટાફ અને જુના વાઘણીયાના સરપંચ કિશનભાઇ સિંઘલ, ડો.દેતરોજા, ડો.ભુતાક, મુકેશભાઇ સોની, મગનભાઇ સરવૈેયા, શ્રી ડવ, વીજયભાઇ હુંબલ, મેહુલભાઇ મશરૂ અને ગા્રમજનોની ઉપસ્થિતિમાં કાયનો વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી.