જુની માંડરડી ગામ પાસે પુલ બેસી જતા રાજુલા- સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ

  • તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા વાહનચાલકોને હાલાકી

અમરેલી જિલ્લામાં પડેલા વરસાદૃના પગલે જુની માંડરડી ગામ પાસે આવેલો પુલ બેસી ગયો છે. જેથી પુલનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવતા રાજુલા- સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે. જુની માંડરડી ગામ પાસે આવેલ પુલ બેસી જતા રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઈને પુલ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા ઘાતરવડી નદૃીમાંથી પાઈપલાઈન મુકી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદૃના કારણે પાઈપો તણાય ગયા હતા. જેને લઈને ડાયવર્ઝન બંધ થઈ ગયું છે. સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ થતાં હવે લોકોને ૨૫ કિ.મી દૃૂર ફરીને જવુ પડે છે. જેને લઈને મુસાફરોને ભારે૦ હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.