જુલાઈના-અંત સુધીમાં તમામ અમેરિકનોને રસી મળી જશે

અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કહૃાું છે કે તમામ અમેરિકાવાસીઓને કોરોના વાઈરસ પ્રતિરોધક રસી આ વર્ષના ઓગસ્ટ પહેલાં ઉપલબ્ધ થઈ જશે.

બાઈડને ગઈ કાલે જાહેર જનતા સાથેની સીએનએન ટાઉન હોલ મીટિંગમાં એક સવાલના જવાબમાં કહૃાું હતું કે આ વર્ષના જુલાઈના અંત સુધીમાં તમામ અમેરિકન લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવી જશે. જુલાઈના અંત સુધીમાં આપણી પાસે કોરોના રસીના ૬૦ કરોડ ડોઝ આવી ગયા હશે, મતલબ કે પ્રત્યેક અમેરિકનને રસી આપવા માટે એ પર્યાપ્ત હશે.