જૂનથી ગુજરાતમાં મંદિૃરો સાથે ધાર્મિક સ્થળોને ખોલવામાં આવે તેવી સંભાવના

ગાંધીનગર,ગુજરાતમાં ભાવિક ભક્તોને કોરોના સંક્રમણના સમયે ભગવાનને પ્રાર્થના કરવા મળી શકે તેમ છે. ૩૧મી મે ના રોજ લોકડાઉન ૪.૦નો અંત આવી રહૃાો છે ત્યારે જૂનથી ગુજરાતમાં મંદિૃરો સાથે ધાર્મિક સ્થળોને ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભારત સહિત રાજ્યમાં મંદિૃરો એને ધાર્મિક સ્થળો છેલ્લા અઢી મહિનાથી બંધ છે. માત્ર મંદિૃર કે ધાર્મિક સ્થાનના પુજારીઓ સવાર અને સાંજ આરતી કરીને મંદિૃરને બંધ કરી દૃેતા હોય છે. કોરોના સંક્રમણ સમયે લોકો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહૃાાં છે કે ઝડપથી આ મહામારીનો અંત આવે. ગુજરાતમાં ઘણાં પરિવારોએ મા અંબા અને ભગવાન શંકર સહિતના મંદિૃરોની બાધા રાખી છે.
ગુજરાતી પરિવારો કોઇપણ કામ નવું શરૂ કરે એટલે પહેલાં મંદિૃરમાં માથું ટેકવાની આદૃત હોય છે પરંતુ કોરોના સંક્રમણના સમયે લોકોને મંદિૃરોમાં જવા મળતું નથી. રાજ્યના પવિત્ર યાત્રાધામ ઉપરાંત ગામ કે શહેરમાં કે મહોલ્લામાં આવેલા મંદિૃરોમાં ભક્તો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ સંજોગોમાં લોકોની આસ્થાને સમજીને રાજ્ય સરકાર મંદિૃરોના તાળાં ખોલાવી શકે. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ કહૃાું હતું કે રાજ્યના નાના અને મોટા મંદિૃરોમાં ભક્તોને દૃર્શન કરવાની છૂટ આપવામાં આવી શકે છે પરંતુ તે તબક્કાવાર અને ચોક્કસ ડિસ્ટન્સ તેમજ આરોગ્યના પગલાંને આધિન રહેશે.
એટલે કે મંદિૃરોમાં દૃર્શન કરવાની લોકોને શરતી છૂટ મળી શકે છે. જો કે તમામ ભક્તોને માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે તેમજ મંદિૃરના પ્રાંગણ અને દૃર્શનના સ્થળને નિયમિત સેનેટાઇઝ કરવાનું રહેશે. ગુજરાના મોટા મંદિૃરો જેવાં કે સોમનાથ, દ્વારકા, ડાકોર, બહુચરાજી, અંબાજી, પાલીતાણા અને અન્ય ધર્મોના મંદિૃરો અને સ્થળોમાં શરતી મંજૂરી આપવાની રહેશે અને તેના માટે જિલ્લા કલેક્ટરોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. ભાવિક ભક્તો માટે મોટા મંદિૃરોમાં ઓનલાઇન પાસ જેવી સિસ્ટમ પણ વિકસાવવામાં આવી શકે છે કે જેથી ભક્તોની ભીડ એક જ સમયે ઉભી થાય નહીં. મંદિૃરના દૃર્શનના અલગ અલગ સમયને ભક્તોમાં વહેંચી દૃેવામાં આવશે.