જૂનાગઢના વૃદ્ધ શિવાલયોનું ચઢાવેલ દૃૂધ ગરીબોમાં આપે છે

શ્રાવણ માસમાં શિવ મંદિરમાં ભક્તો મહાદૃેવને બિલીપત્ર તેમજ દૃૂધ ચડાવે છે. ત્યારે જૂનાગઢના ૭૦ વર્ષના ઓન્લી ઈન્ડીયન નામથી પ્રખ્યાત વૃદ્ધ છેલ્લા ૧૦ વર્ષથી શિવાલયમાં ચઢાવેલા દૃૂધને એકઠું કરીને ગરીબોને આપે છે. આપે બેંકો તો અનેક જોઈ હશે પણ મીલ્ક બેક્ધ કદી જોઈ નહી હોય તો આ મીલ્ક બેંક જૂનાગઢના ૭૦ વર્ષના વૃદ્ધ ઓન્લી ઇન્ડિયન ચલાવી રહૃાા છે. તે મિલ્ક બેક્ધ થકી સાચા અર્થમાં માનવ સેવાનું કાર્ય કરી રહૃાા છે. હાલ શ્રાવણ માસ ચાલી રહૃાો છે ત્યારે શીવભક્તો મહાદૃેવની સેવા પૂજા કરતા હોય છે અને શીવજીને દૃૂધપાણી અને બીલીપત્રથી અભીષેક કરીને ધન્યતા અનુભવતા હોય છે. શિવજીને ચઢાવવામાં આવતું દૃૂધ બહાર વહી જતું હોય છે, પરંતુ જૂનાગઢના આ વ્યસ્ક દ્વારા આ દૃૂધનો અનોખો ઉપયોગ કરી મિલ્ક બેક્ધ બનાવી છે. ઓન્લી ઇન્ડિયન તરીકેની ઓળખ ધરાવતા આ મહાશય મિલ્ક બેક્ધ બનાવી શહેરના ગરીબો અને કુપોષિત બાળકોના પેટ સુધી આ અભિષેકનું દૃૂધ પહોંચાડવાની અનોખી સેવા કરી રહૃાા છે. ઓન્લી ઇન્ડિયને કહૃાું કે, માય ગૉડ” ફિલ્મ જોયા પછી તેમને તેમાંથી પ્રેરણા લઈ અને આ કામ શરુ કર્યુ હતું. આ ઓન્લી ઇન્ડિયન નામના વ્યસ્કની જો વાત કરીયે તો તે પહેલા સરકારી નોકરી કરતા હતા, અને નિવૃત થયા પછી તેમને પોતાનું નામ બદલી નાખ્યું છે. તેઓ કહે છે કે, આ મારો બીજો જન્મ છે અને હું મારા જુના નામે ઓળખાવવા નથી માંગતો, ઓન્લી ઇન્ડિયન દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી આ મિલ્ક બેક્ધ ચલાવવામાં આવી રહી છે. એટલે કે દર વર્ષની જેમ દરેક મોટા શિવાલયના ટ્રસ્ટીઓ સાથે સંકલન કરીને તેમને સમજાવીને સવારે મંદિરમાં દૃૂધના ખાલી કેન મૂકી જાય છે, મંદિરમાં આવતા શિવભક્તો પણ ટેવાઈ ગયા છે, તે થોડું દૃૂધ શિવિંલગ ઉપર ચડાવે છે અને બાકીનું દૃૂધ કેનમાં નાખી દૃે છે. કેન ભરાઈ જતા મંદીરમાંથી સાયકલ દ્વારા એક પછી એક આ દૃૂધના કેનને સેવાભાવી ડેરીવાળા પાસે લઇ જાય છે જ્યાં બધું દૃૂધ એકઠું કરીને તેમાં ખાંડ મિક્ષ કરવામાં આવે છે. દરરોજનું ૨૫ થી ૩૦ લીટર દૃૂધ એકઠું થાય છે અને મહિને ૧,૦૦૦ લીટર જેટલું દૃૂધ એકઠું કરવામાં આવે છે. આ તમામ દૃૂધ ગરીબોને તેમજ કુપોષિત બાળકોને આપવામાં આવે છે. આમ શિવ ભક્તો પણ ઓન્લી ઇન્ડિયનના કાર્યને બિરદાવી રહૃાા છે.