જૂનાગઢની માંગરોળ મામલતદાર ઓફીસમાં વિધાર્થીઓને નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ ન મળતા રોષ

જુનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ અન્ય અનામતનો લાભ લેવા માટે મામલતદાર કચેરી ખાતેથી નોન ક્રિમીલેયરનાં દાખલા કઢાવવા આવતાં હોય છે પરંતુ વિધાર્થીઓ મામલતદાર કચેરી ખાતે આવતાં નગરપાલિકા કચેરીમાંથી ત્રણ વર્ષનો આવકનો દાખલો મેળવવા કહેલ પરંતુ નગરપાલિકા કચેરીમાં જતાં જવાબ ન મળ્યો હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું ફરી પાછા મામલતદાર કચેરી ખાતે આવતાં એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધરમના ધકા ખાતા વિધાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે વિધાર્થીઓ જણાવી રહૃાા છે કે અત્યાર સુધી અમારા દાખલાઓ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટમાં નિકળી જતા હતા હવે મામલતદાર બદલ્યા એટલે જાણે કાયદાઓ બદલ્યા હોય તેવા આક્ષેપો કર્યા હતા.ત્યારે એન. એસ.યુ.આઈ પ્રમુખ યશ ગોહેલ દ્વારા માંગરોળ મામલતદાર કચેરીએ એક દિવસનું અલ્ટીમેટમ આવ્યું હતું જણાવ્યું હતુકે વિદ્યાર્થીઓ ને તાત્કાલિક દાખલા નહીં આપવામાં આવેલો કચેરી ખાતે ધરણામાં કરવાની ચીમકી આપી હતી.ત્યારે હવે આ નોન ક્રિમીનલ vખલા ઓ નિકળશે કે ? તેવા અનેક સવાલો વિધાર્થીઓ કરી રહૃાા છે .