જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈને ઉતારા મંડળોની તડામાર તૈયારી

જુનાગઢ,
બે વર્ષના વિરામ બાદ ફરી આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થયું છે લીલી પરિક્રમાંનો 36 કિલોમીટર માર્ગ છે યાત્રિકોને ભોજન પ્રસાદ સહિત તમામ સુવિધાઓ મળી રહે તે માટે ઉતારા મંડળ વગેરેની વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જૂનાગઢ ગરવા ગિરનારની લિલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી લઈને પૂનમ સુધી યોજવામાં આવે છે લીલી પરિક્રમાના 36 સળ ના લાંબા માર્ગ પર પાંચ દિવસ સુધી પગપાળા પરિક્રમા માટે આવતા ભાવિ ભક્તોને તમામ પ્રકારની વ્યવસ્થા ગિરનાર જંગલ વિસ્તારમાં મળી રહે તે માટે પાછલા ઘણા વર્ષોથી પરિક્રમા ઉતારા મંડળ અને વિનામૂલ્યે ભોજન પ્રસાદની આપતા સ્વયંસેવકો દ્વારા આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે વિશેષ પ્રમાણમાં પરિક્રમા થીઓનું જૂનાગઢમાં આગમન થશે ગત બે વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે ગિરનાર લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી ત્યારે ગત વર્ષે આંશિક મજૂરી મળતા અંદાજીત પાંચેક લાખ લોકોએ પરિક્રમા કરી હતી ત્યારે આ વખતે ખૂબ વિશેષ પ્રમાણમાં પરિક્રમાથીઓનું જૂનાગઢમાં આગમન થશે તેને લઈને અત્યારથી જ ઉતારા મંડળ દ્વારા તમામ તૈયારી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.
આ વર્ષની ગીરનારી લીલી પરિક્રમા અને ખાસ કરીને ઉતારા મંડળ અને અન્ન શ્રેત્રના આયોજનને લઈને વિગતો આપી હતી દર વર્ષની માફક આ વર્ષે 80 જેટલા ઉતારા મંડળો અને શ્રેત્રો લીલી પરિક્રમાનો 36 કિલોમીટર માર્ગ પર પરિક્રમાથીઓને ચા પાણી નાસ્તો તેમજ ભોજન તેમજ પ્રસાદની સાથે તમામ પ્રકારની જરૂરિયાતો જંગલ વિસ્તારમાં પુરી પાડવા માટે કટિબદ્ધ બન્યા છે અને તેની તમામ તૈયારીઓ તેમના દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે પાંચ દિવસ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પરિક્રમા કરવા માટે પગપાળા આવતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ પણ લીલી પરિક્રમા કરી હોવાનું ધાર્મિક માન્યતા આજે પણ પ્રબળ જોવા મળે છે પરિક્રમાને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ પુણ્યકારી માનવામાં આવે છે સાથે સાથે આ લીલી પરિક્રમા પગપાળા થતી હોવાના કારણે તને પણ ખૂબ જ મહત્વ છે આ વર્ષે પાછલા તમામ વર્ષનો રેકોર્ડ તૂટી જાય અને 15 થી 18 લાખ સુધી પરિક્રમાથીઓ પરિક્રમા કરવા આવશે તેવો વિશ્વાસ ઉતારા મંડળે જણાવ્યું હતું