જૂનાગઢ શિવરાત્રિનો મેળો બંધ રાખવાનો નિર્ણય મહામંડલેશ્ર્વરની ગેરહાજરીમાં લેવાયો છે

  • જૂનાગઢ શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો ભારતી બાપુએ કર્યો વિરોધ

 

જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહૃાો છે. ત્યારે મહામંડલેશ્ર્વર ૧૦૮ ભારતી બાપુએ આ અંગે સીએમ રૂપાણી સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહૃાુ હતુ. જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહૃાો છે. મહામંડલેશ્ર્વર ૧૦૮ ભારતી બાપુએ આ અંગે વિરોધ કરતા જણાવ્યું હતુ કે, મહામંડલેશ્ર્વરની ગેરહાજરીમાં નિર્ણય લેવાયો હતો. સરકાર સાથે મેળો ચાલુ કરાવવા પ્રયાસ ચાલુ છે. મેળો ચાલુ કરાવવા માટે ઝ્રસ્ સાથે વાત ચાલુ છે.

જુનાગઢ માં પરંપરા મુજબ યોજાનાર શિવરાત્રિના મેળાને આ વર્ષે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે જેને લઈને જેતપુરના નર્સિંગ મંદિરના મહંત આત્માનંદ બાપુએ વખોડી કાઢ્યો હતો. સરકાર દ્વારા આ એક મૂર્ખ બનાવવાની નીતિ હોય તેવા આક્ષેપો કર્યા હતા. ચુંટણી પત્યા બાદ તરતજ શિવરાત્રિના મેળા બંધ રાખવાની જાહેરાત કરી.