જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના ઉપરાંત હવે ચિકનગુનિયાનો કહેર

શહેરના વિસાવદરમાં ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે. એક તરફ કોરોના વાઈરસ અને બીજી તરફ ચિકનગુનિયાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે. વધતાં જતાં ચિકનગુનિયાના કેસોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આાવ્યું છે. ડોર ટુ ડોર સર્વે અને ફોગીંગ સહીતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લાના વિસાવદર શહેરમાં ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે. હાલ એક તરફ કોરોના વાઈરસ છે અને બીજી તરફ ચિકનગુનિયા વાઈરસના કેસો સામે આવી રહૃાા છે. વિસાવદર શહેરના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં તો ૨૫ જેટલા ચિકનગુનિયાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને ડોર ટુ ડોર સર્વે તથા પાણીના ટાંકામાં દવા નાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારના દરેક ઘરોમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
આરોગ્ય તંત્રના મતે હજુ સુધી ચિકનગુનિયાના કોઈ પોઝીટીવ કેસ નોંધાયા નથી, પરંતુ લોકોમાં ચિકનગુનિયાના લક્ષણો જોવા મળતાં હોય, હાલ કેસો તરીકે સારવાર કરવામાં આવી રહી છે અને લોકો સાજા થઈ રહૃાા છે, ચિકનગુનિયાનો ફેલાવો ન થાય તે માટે આરોગ્ય તંત્રની કામગીરી સાથે સ્થાનિક નગરસેવકો પણ કામે લાગી ગયા છે અને પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને લોકોને મચ્છરથી બચવા અપીલ કરી રહૃાા છે. ચિકનગુનિયા મચ્છરજન્ય રોગ છે અને ચોખ્ખા પાણીમાં આ મચ્છરનો ફેલાવો થાય છે તેથી ઘરોમાં પડતર પાણી ન રહે તેની લોકો તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા કામગીરી થઈ રહી છે, લોકોમાં પણ જાગૃતતા છે પરંતુ આ અંગે હજુ સક્રીયતા આવે તેવું વિસાવદર વાસીઓ માની રહૃાા છે.