જેઇઇ-નીટની પરીક્ષા નક્કી કરાયેલ તારીખ અને સમય પર જ લેવાશે: સુપ્રિમ

  • કોરોના સંકટ: નીટ અને જેઇઇની પરીક્ષા રદ્દ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
  • સુપ્રિમે રોકનો ઇક્ધાર કરતાં કહૃાું શું દેશમાં બધુ રોકી દેવામાં આવે?, વિદ્યાર્થીઓનું વર્ષ બગાડી ના શકાય
    જેઇઇ ૧થી ૬ સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે નીટનું આયોજન ૧૩ સપ્ટેમ્બરે કરવામાં આવશે, આ વખતે બંને પરીક્ષાઓ માટે ૨૦ લાખથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે

સુપ્રીમ કોર્ટે જેઇઇ અને નીટ પરીક્ષાઓ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ૧૧ છાત્રોની કોવિડ-૧૯ સ્થિતિને જોતા જેઈઈ મેઈન અને નીટ પરીક્ષા સ્થગિત કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહૃાુ છે કે પરીક્ષાઓ નક્કી સમય પર આયોજિત કરવામાં આવશે. સુનાવણી દરમિયાન જસ્ટીસ અરુણ મિશ્રાએ કહૃાુ કે શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓને હવે ખોલી દૃેવી જોઈએ કારણકે કોવિડ-૧૯ વધુ એક વર્ષ રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઈનને સ્થગિત કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. અરજીમાં કોવિડ-૧૯ સંક્રમણના વધતા કેસોના કારણે નીટ અને જેઈઈ પરીક્ષાઓ ટાળવાની માંગ કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દૃેતા હવે તે પોતાના નક્કી સમય મુજબ જ લેવામાં આવશે. જે મુજબ જેઈઈ મેઈન્સ ૧ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી તેમજ નીટ પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે યોજવામાં આવશે.
દેશમાં ઝડપથી વધી રહેલા કોવિડ-૧૯ના કેસોની સંખ્યાના કારણે દૃેશના ૧૧ રાજ્યોના છાત્રોએ જેઈઈ મેઈન્સ અને નીટની પરીક્ષાઓ સ્થગિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કોરોનાનો ઉલ્લેખ કરીને નેશનલ ટેસ્ટીંગ એજન્સીના ત્રણ જુલાઈની નોટિસને રદ કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પરીક્ષા લેવામાં ન આવે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદૃામાં જણાવ્યુ કે શું દેશમાં બધુ રોકી દેવામાં આવે? શું આ કિંમતી વર્ષને આમ જ બરબાદ કરી દેવામાં આવે? કોર્ટે આગળ કહૃાુ કે અત્યારે સુરક્ષા ઉપાયો સાથે આગળ વધવાનો સમય છે. વળી, એનટીએ તરફથી હાજર તુષાર મહેતાએ પણ કોર્ટમાં કહૃાુ કે સુરક્ષા ઉપાયો સાથે પરીક્ષા યોજવાની અનુમતિ આપવી જોઈએ.
જણાવી દઇએ કે જેઇઇ પરીક્ષા ૧ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી આયોજિત થવાની છે. સાથે જ નીટની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે આયોજિત કરવાની યોજના છે. દેશમાં કોવિડ-૧૯ ચેપગ્રસ્ત કેસોની ઝડપથી વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને ૧૧ રાજ્યોનાં ૧૧ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં જેઇઇ અને નીટ યુજી પરીક્ષા મુલતવી રાખવા વિનંતી સાથે અરજી કરી હતી. અરજીમાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) ની જુલાઇની નોટિસને રદ્દ કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેમાં કોરોનાવાયરસ રોગચાળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીમાં અદૃાલતને માંગ કરવામાં આવી હતી કે, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પરીક્ષા ન લેવી જોઇએ
આ કસોટી મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવા માટેની પ્રવેશ પરીક્ષા છે. ૯ લાખથી વધારે વિદ્યાર્થીઓએ જેઇઇ મેઈનની પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે. આ પરીક્ષા બાદ જ વિદ્યાર્થીઓને જે-તે એન્જિનિયરીંગ પરીક્ષામાં એડમિશન મળે છે.