જેતપુર નજીક ભારતીય બનાવટના દારૂની 142 પેટી ઝડપી લીધી

અમરેલી,

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે કાગવડ પાટીયા નજીક જય વછરાજ હોટલના પાર્કિગમાંથી દરોડો પાડી ભારતીય બનાવટની દારૂની 1704 બોટલ એટલે કે 142 પેટી તથા રોકડ રૂા.840 મોબાઇલ, બોલેરો પીકઅપ અને ટ્રક મળી કુલ 18 લાખ 7 હજાર 420 નો મુદામાલ કબ્જે કરેલ છે આ દરોડામાં ધીરેન અમૃતલાલ કારીયા જુનાગઢ, અશોક કાઠી દરબાર, ઉદય ધીરેન કારીયાનો નોકર તથા ભુરો ધીરેન કારીયાનો નોકર મળી કુલ 10 શખ્સો સામે કાર્યવાહી કરી છે અને બોલેરો તથા આઇસર સહિત મુદામાલ કબ્જે કર્યો છે આ દરોડામાં રવિરાજસિંહ જાડેજાએ ત્રાટકી સફળતા મેળવી