જેતપુર પંથકામાં સિંહના ધામા જોવા મળ્યા, પજવણીનો વીડિયો વાયરલ

જૂનાગઢના જેતપુર પંથકામાં સિંહના ધામા જોવા મળ્યા છે. ત્યારે જેતપુરના સુખપુર ગામે સિંહની પજવણીનો વીડિયો સામે આવ્યો છે. આ વિસ્તારમાં મહેમાન બનેલા આઠથી દસ જેટલા સિંહોના ટોળા પાછળ વાહનો દોડાવવામાં આવતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

ગ્રામજનો દ્વારા સિંહને પજવણી થતા એક સિંહ હુમલો કરવા માટે બાઈક સવાર પાછળ દોડતો હોય તેવો પણ વીડિયો જોવા મળ્યો છે. વન વિભાગના કાયદામાં સિંહને રક્ષીત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સિંહોની પજવણી કરતા શખ્સો સામે વનવિભાગ લાલ આંખ કરે તે જરૂરી છે.