જેતલસર-ઢસા બ્રોડગેજ ટ્રેનની ટ્રાયલ શરૂ

અમરેલી, રેલ્વે દ્વારા ઢસા, જેતલસર લાઇનનું મીટરગેઇજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરની કામગીરી પુર્ણ થતા ટેકનીકલ વિભાગ દ્વારા ઢસા, જેતલસર બ્રોડગેજ લાઇનમાં ટ્રાયલ ટેસ્ટીંગનો પ્રારંભ કરવામાં આવતા ટેસ્ટીંગ માટે ટીમ બ્રોડગજે લાઇન ઉપર આવી હતી અને ઢસાથી જેતલસર સુધીની લાઇનમાં ઠેર ઠેર ટેસ્ટીંગ કર્યુ હતું દરમિયાન બ્રોડગેજનું લાઇન પરિવર્તન થતા લોકોએ ખુશીમાં આવી જઇ ટેસ્ટીંગ ટ્રેનનું ઠેરઠેર સ્વાગત કર્યુ હતું અને ખુશી વ્યક્ત કરી હતી. દેશના સૌથી મોટા જાહેર સાહસ ભારતીય રેલવે ને આધુનિકીકરણ ની પ્રકિયા ના ભાગ રૂપે જેતલસર થી ઢસા ને જોડતો રેલવે માર્ગ વર્ષોથી મીટરગેજ હતો. જે કેન્દ્ર સરકાર દ્વારા તેને બ્રોડગેજ માં પરિવર્તિત કરવાની કામગીરી ઘણા વર્ષોથી ચાલુ હતી. આ રેલવે લાઈન ને પરિવર્તિત કરવાની કામગીરી હાલ પૂર્ણતા તરફ હોય ત્યારે રેલવે પાટા ની કામગીરી પૂર્ણ થતા તેના ટેસ્ટ ડ્રાંઇવ માટે જેતલસર થી ઢસા સુધી ડબ્બા સાથેનું રેલવે એન્જિન ને ટ્રાયલ રન આપવામાં આવ્યો હતો. આ રેલવે વડિયા સ્ટેશન પર આવતા વડિયા ના રાજકીય, સામાજિક અગ્રણીઓ સાથે ગામલોકો પણ ટ્રેન ના સ્વાગત માં મોટી સંખ્યા માં જોડાયા હતા અને હરતોરા, આતિશબાજી સાથે ટ્રેન નુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ ટ્રેન શરુ થતા અમદાવાદ, સુરત નુ અંતર ટૂંકુ થતુ હોવાથી આવનારા દિવસો માં વડિયા માં ટ્રેન ની ફિકવન્સી વધશે અને વડિયા અને આસપાસ ના વિસ્તાર ના ગામડાના લોકો ને લાંબા અંતરની ટ્રેનો પણ મળવાની સંભવના છે. ત્યારે વડિયા ના લોકોએ આ પ્રથમ ટ્રેન નુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.જેમા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, સરપંચ મનિષ ઢોલરીયા, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પિન્ટુ ગણાત્રા,પૂર્વ સરપંચ છગન ઢોલરીયા,જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર,અશ્વિન મહેતા,તુષાર ગણાત્રા,ભરત વઘાસીયા,ચેતન દાફડા,ભરત ચુડાસમા સહીત ભાજપ, કોંગેસ ના આગેવાનો અને ગામલોકો જોડાયા હતા અને ટ્રેન નુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.