મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) :સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ,ણ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા .
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.
કુંભ (ગ ,સ,શ) :નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે.
જયારે આપણે કર્મની દ્રષ્ટિએ ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે કેટલાક કર્મનો હિસાબ ભૂલી જઈએ છીએ અને કદાચ યાદ આવે તો પણ તેના માટે કઈ કરતા નથી. ઘણા મિત્રો નાની નાની વાતમાં પણ બાધા કે માનતા લેતા હોય છે આ એક પ્રકારનો મનથી કરેલો સંકલ્પ પણ હોય છે જેથી સંકલ્પશક્તિનું બળ મળે છે. પરંતુ એ પછી થોડા સમયમાં જ તે માનતા ભૂલી જતા હોય છે. સામાન્ય રીતે નબળા ચંદ્રને લીધે ઉતાવળમાં આવી માનતા લેવામાં આવે છે અને પછી ભૂલી જવામાં આવે છે જેનો દોષ ભવિષ્યમાં લાગતો જોવા મળે છે. મારા વર્ષોના કાર્મિક પેટર્નના અનુભવ પરથી જોયું છે કે આ રીતે માનતા લઈને ભૂલી જવાથી ગુરુ નબળો પડે છે અને તેની દશા-અંતર્દશા કે ગોચર ભ્રમણમાં તેનું સારું પરિણામ ઓછું થઇ જાય છે વળી ઘણીવાર માંગલિક કાર્ય પણ સમયે થતા નથી. આ પ્રકારના દોષની ઉત્પત્તિ કોઈ માનતા રૂપી સંકલ્પ પૂરો ના કરવાથી ઉત્પન્ન થાય છે. સંકલ્પશક્તિની પોતાની એક તાકાત છે યોગ્ય રીતે સંકલ્પ લેવામાં આવે તો તેના પર ભવિષ્યની સુંદર ઇમારત ચણી શકાય છે પરંતુ કોઈ માનતા લઈને ભૂલી જવી તે નબળો સંકલ્પ દર્શાવે છે અને યોગ્ય પરિણામ આપી શકતા નથી માટે માનતા લેવી હોય તો તેને એક દ્રઢ સંકલ્પની જેમ લઇ વારંવાર વાંચી શકાય તેવી રીતે નોંધમાં લેવી જોઈએ અને યાદ કરીને તેને પૂર્ણ પણ કરવી જોઈએ. અન્યથા યોગ્ય પરિણામ નથી મળતા તેવું મેં મારા જ્યોતિષ અનુભવમાં અને અનેક કિસ્સાઓમાં જોયું છે.
– રોહિત જીવાણી