અમરેલી,
કોરોનાને કારણે વિશ્ર્વ આખુ મુશ્કેલીમાં મુકાયુ છે ત્યારે લોકોની કદરદાન ભાવના પણ બિરદાવવા લાયક છે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અમરેલીના કવિ હંસ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સહિતે પોતાની કૃતિઓ દ્વારા જન જાગૃતીનો પ્રયાસ કર્યો હતો. એ જ રીતે અમરેલી જિલ્લામાં કોરોનાનો પ્રતિકાર થઇ રહયો છે. એટલુ જ નહી અમરેલી પોસ્ટલ સુપ્રિટેન્ડ દ્વારા ડોકટરો પોલીસ પોસ્ટલ વર્કરોને બિરદાવતા પત્રો પાઠવી નવો જોમ અને જુસ્સો પુરો પાડયો છે. અમરેલીના પોસ્ટલ સુપ્રિટેન્ડ આર.એ.ગોસ્વામીએ એક પત્ર અમરેલી સિવીલ હોસ્પિટલના ફીજીશ્યન અને કોવીડ 19 આઇસોલેશન વોર્ડના રીયલ હીરો ડો. વિજય વાળાને પત્ર પાઠવી જણાવ્યુ કે,
અમે લેખીતમાં તમોને સ્વીકૃત કરીએ છીએ તમે અમારા આરોગ્ય સંભાળની તકેદારી હદયપુર્વક ધ્યાને રાખી આરોગ્યની સલામતી માટે ઘરના બારણા સુધી આરોગ્યલક્ષી જરૂરીયાત પુરી પાડી છે અને સાચા અર્થમાં જરૂરીયાતના સમયે અમારા સુધી પહોંચી લોકસેવાના માધ્યમરૂપે અમોને માર્ગદર્શીત બની કાયમી હદયમાં સ્થાન મેળવ્યુ છે તે સ્મૃતી કાયમી રહેશે તમારી અંગત પ્રતિક્રિયા અમારામાં રસ લેવાની ઉમદા ભાવના ક્યાારેય વિસરાસે નહી તમે બારો બારથી પણ અનહદ રીતે મદદરૂપ બની સાચા અર્થમાં રાહબર બન્યા છો તે બદલ મારો પરિવાર અને આપ સર્વેને ફોલો કરનાર તમામ લોકો આદર ભાવથી જુએ છે અમે પણ તમારા પરિવારને જરૂર પડયે મદદરૂપ થવાની ભાવના સાથે લાગણી વ્યક્ત કરીએ છીએ.
તેમ પત્રમાં જણાવી સહયોગની ભાવના સાથે દીલગીરી દર્શાવતા સુપ્રિટેન્ડેડ ઓફ પોસ્ટ ઓફીસીસ અમરેલી ડીવીઝનના શ્રી આર.એ.ગોસ્વામીના પત્રથી ડોકટરો, પોલીસ અને પોસ્ટલ વર્કરો ભારે જોમ અને જુસ્સા સાથે કોરોનાની લડાઇ લડી રહયા છે. તે પણ એક બિરદાવવા લાયક ઘટના છે.