જેલમાંથી વચગાળાની રજા લઇને ફરાર થઇ ગયેલ કેદીને પકડતી અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

અમરેલી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે ગીર સોમનાથ જીલ્લાના ઉના કોર્ટના નામદાર બીજા એડી.ચીફ.જયુ.મેજી.સા. ઉના કોર્ટના ફો.પ.અ.નં.-198/2018ના કામે જુનાગઢ જીલ્લા જેલ ખાતે સજા ભોગવતા જે કેદીને વચગાળાના જામીન રજા પર મુકત કરવામાં આવેલ અને તા.01/01/2021 ના મજકુર કેદીને જુનાગઢ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હોય પરતું મજકુર કેદી જેલ ખાતે સમયસર હાજર ન થઇ ફરાર થઇ ગયેલ મુકેશભાઇ વાધાભાઇ કવાટ ઉ.વ.-32 ધંધો-મજુરી રહે.રાજુલા હીંડોરણા ચોકડી તા.રાજુલા જી.અમરેલી વાળાને તા.31/01/2021 ના રોજ રાજુલા હીંડોરણા ચોકડી પાસેથી મળી આવતા બાકી રહેલ સજા ભોગવવા સારૂં જુનાગઢ જીલ્લા જેલ ખાતે સોંપી આપેલ.