જેસીંગપરાના લેન્ડ ગ્રેબિંગ કેસમાં આજે જામીન અરજીની સુનાવણી

અમરેલી,  અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં આવેલી કાચી કેબીનોને હટાવી વગર મંજૂરીએ ગેરકાયદેસર રીતે પાકી દુકાનો બનાવનારા 21 દુકાનદારો સામે જમીન ના નવા કાયદા હેઠળ ગુનો દાખલ થયો હતો અને આ 21 પૈકીના 14 દુકાનદારો ની પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ ઉપર લઈ અને જેલ હવાલે કર્યા હતા જેલમાંથી આ તમામ દુકાનદારોએ જામીન ની અરજી કરતા આજે કોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે