જોન અબ્રાહમે શેર કરી પોતાની ન્યૂડ તસવીર, લખ્યું- કપડાની રાહ જોઉં છું

જોન અબ્રાહમે હાલ તેમની અપકિંમગ ફિલ્મ એક વિલન રિર્ટન પર કામ શરૂ કર્યું છે. તેમના ફિલ્મના સેટ પરની એક તસવીર સામે આવી છે. જેમાં જોન અબ્રાહમ સોફા પર બેઠા છે અને ન્યૂડ શરીરને સફેદ તકિયાથી કવર કરવાની કોશિશ કરી રહૃાાં છે. ફિલ્મ શૂટ પરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ તસવીર પોસ્ટ થયાના ૨ કલાકમાં ૪ લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે અને ૪ લાખથી વધુ શેર પણ થઇ ચૂકી છે.

જોનની આ તસવીર જોઇને યુઝર્સે ખૂબ મજા લીધી, એક યુઝરે લખ્યું, ‘ભાઇ કપડે કહાં ગયે? તો કેટલાક યુઝરે તેની ફિટનેસના વખાણ કરતા મસલ્સની કમાલ ગણાવી. કેટલાક યુઝરે અમેજિંગ,  સુપર અને હેડસમ, જેવા શબ્દૃોથી પ્રતિક્રયા આપી.