જો તમે તમારા બાળકોને મોટા થતાં નથી જોતા તો એ એક મોટી ભૂલ છે: સૈફ અલી ખાન

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ચોથી વખત પિતા બનવા જઈ રહૃાો છે. દર વખતની જેમ આ વખતે પણ સૈફ પૈટરનિટી લીવ પર છે કે જેથી તે તેના બાળકનું સ્વાગત કરી શકે અને તેની સાથે સમય પસાર કરી શકે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં આ મુદ્દા પર વાત કરી હતી. સૈફ એમ પણ કહૃાું કે તેણે પોતાના પહેલા બાળકના જન્મ સમયે પણ રજા રાખી હતી. સૈફ અલી ખાને આ વિશે વાત કરતાં જણાવ્યું કે જ્યારે તમારા ઘરે એક નાનકડું મહેમાન આવવાનું હોય તો ભલા કોણ કામ કરવાનું પસંદ કરે,

જો તમે તમારા બાળકોને મોટા થતાં નથી જોતા તો એ એક મોટી ભૂલ છે. હું તો દર વખતે આવા સમયે મારા કામમાં રજા રાખી જ દઉ છું. ૯થી ૫ની રૂટિન ડ્યૂટીથી હટીને એક અલગ સમય હોય છે. હું એક એક્ટરની જેમ જ જીવું છું. પિતા બનીને હું ખુબ જ ખુશ છું. સૈફનું કહેવું છે કે હું એક અભિનેતા છું અને મને આવું બધું ગમે છે.

મને મારા પરિવાર સાથે સમય પસાર કરવો, ફરવું, વાઈન પીવું અને બાળકો સાથે રહેવું ગમે છે. કરીનાએ સૈફનો મેગેજીન કવર પર છપાયેલ ફોટો ઈન્સ્ટા પર શેર કરીને લખ્યું કે ધ કૂલેસ્ટ હસબન્ડ એવર. આ ફોટો પર ફેન્સની સાથે સાથે દિગ્ગજો પણ કોમેન્ટ કરી રહૃાા છે અને સૈફના વખાણ કરી રહૃાા છે. હાલમાં જ સૈફની તાંડવ ફિલ્મ આવી છે અને આ ફિલ્મને લઈને માર્કેટમાં હોબાળો પણ જોવા મળી રહૃાો છે.