જ્યાં માતુશ્રી શાંતાબાએ અંતિમ શ્ર્વાસ લીધો હતો તે જ હોસ્પિટલમાં માતુશ્રીની વયના ગંભીર દર્દીને નવુ જીવન મળ્યું

અમરેલી,કુદરત ઘણી વખત અનોખા યોગ સંયોગની રચના કરતી હોય છે તેનું જિવંત ઉદાહરણ અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ છે અગાઉ જેને સિવીલ કહેવાતી હતી તે હોસ્પિટલને સંભાળી અને કાયા પલટ કરી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી નામ અપાયુ છે પણ બહુ ઓછા લોકોને એ ખબર છે કે 1994માં જ્યારે ડાયમંડ કિંગ વસંતભાઇ ગજેરા માત્ર 10 વર્ષની ઉમરના હતા ત્યારે તેમના માતુશ્રી શાંતાબેન ગજેરાનું નિધન આજ સિવીલ હોસ્પિટલમાં થયુ હતુ ત્યારે તેમની આર્થિક સ્થિતી પણ અત્યારે છે તેવી ન હતી અને આજે આજ સિવીલ હોસ્પિટલને શાંતાબા ગજેરાનું નામ મળ્યું તેની કલ્પના પણ શાંતાબાને નહી હોય એ પણ તેમણે નહી વિચાર્યુ હોય કે આખી દુનિયાને હચમચાવનારા ઘાતક કોરોનાના રોગચાળામાં સપડાયેલા સૌ પ્રથમ દર્દી અને જેની હાલત અતિ નાજુક હતી તેવા 67 વર્ષના દર્દી લાભુબેન કાછડીયાને અહીં નવુ જીવન મળશે.
અમરેલીની સિવીલ હોસ્પિટલને સંભાળી મેડીકલ કોલેજની સ્થાપના કરી જનરલ હોસ્પિટલની કાયા પલટ કરનાર શ્રી વસંતભાઇ ગજેરા આજે ખાસ કિસ્સામાં અમરેલી આવ્યા હતા કારણકે તેમને એ વાતનો આનંદ હતો કે કોરોના જેવી મહામારી વચ્ચે તેમના માધ્યમથી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને નવુ જીવન આપી રહી છે અને વતન અમરેલીનો પણ તેને સહકાર મળ્યો છે ખાસ કરીને હોસ્પિટલમાંથી કોરોનાને મહાત આપી ઉભા થયેલા લાભુબેન કાછડીયાની હાલત અતિ ગંભીર હતી તેને નવુ જીવન પોતાના માતુશ્રી શાંતાબા ગજેરા હોસ્પિટલમાંથી મળ્યું હતુ.
શ્રી વસંતભાઇ ગજેરાએ જણાવ્યુ હતુ કે હોસ્પિટલના ડો. વિજયભાઇ વાળા અને તેની ટીમ દ્વારા આ માજીને ઉગારવા માટે રાત દિવસ જોયા વગર મહેનત કરવામાં આવી હતી જે અભિનંદનને પાત્ર છે.