જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી : મંગળ અને શનિ યુતિ ઉન્માદ જેવી સ્થિતિ આપે છે

તા. ૧૬.૨.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮  મહા માસ પૂર્ણિમા, માઘી પૂનમ, આશ્લેષા  નક્ષત્ર, શોભન  યોગ, વિષ્ટિ  કરણ આજે  બપોરે ૩.૧૪ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિકર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ).

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) :  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક  રહે.
મિથુન (ક,છ,ઘ) :  નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ)       : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો.
સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.
વૃશ્ચિક (ન ,ય) :  કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) :  વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

અગાઉ લખ્યા મુજબ શનિના ઘરમાં શનિ સાથે જ રહેલા બુધ મહારાજે તરત કળના વળે તેવી પછડાટ શેરબજારને આપી છે તો બીજી તરફ શનિ મહારાજ મંગળના નક્ષત્ર તરફ જઈ રહ્યા છે અને ૨૬ ફેબ્રુઆરીના રોજ મંગળ પણ મકરમાં શનિ સાથે યુતિમાં આવશે. મંગળ અને શનિ યુતિ ઉન્માદ જેવી સ્થિતિ આપે છે. હાલના સમયમાં આપણે કેટલાક કિસ્સાઓમાં આ પ્રકારનો ઉન્માદ નિહાળી રહ્યા છીએ વળી શનિ મંગળ સાથે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરતા પણ જોવા મળે છે, જેથી આગામી સમય રશિયા યુક્રેન બાબતે વધુ જોખમી ગણી શકાય. ૨૭-૨૮ ફેબ્રુઆરી પર મકર રાશિમાં પ્લુટોની સાથે મંગળ-શનિ સહીત કુલ પાંચ ગ્રહ યુતિ કરવા જઈ રહ્યા છે. શનિના જ ઘરમાં શનિ સાથે મંગળ-પ્લુટો-ચંદ્ર -બુધ-શુક્ર આવવાથી અનેક યોગનું નિર્માણ થાય છે અને આ ગ્રહમાનની અસર નીચે વિશ્વમાં ના લેવાવા જોઈએ તેવા નિર્ણય લેવાતા જોવા મળે. આ પ્રકારના યોગ વ્યક્તિને સાચા ખોટા કે સારા નરસની વ્યાખ્યાથી દૂર કરી તેને જે મેળવવું છે તે બાબતની અલગ જ લગની આપે છે જે ઉન્માદમાં પરિણામે છે અને વ્યક્તિ ગલત કરી બેસે છે. આ યોગની ખાસિયત એ પણ  છે કે યુદ્ધમાં કે હુમલામાં ખોટા નિશાન પર ટાર્ગેટ થતું જોવા મળે છે કે કોઈ મોટી ભૂલ થતી જોવા મળે છે. રાહુ અને કેતુ ૩ ડિગ્રી સુધી પહોંચવા આવ્યા છે અને એપ્રિલ માસમાં રાશિ પરિવર્તન કરશે એપ્રિલમાં શનિ અને ગુરુ પણ રાશિ પરિવર્તન કરશે માટે એપ્રિલ સુધીના સમયમાં ઘણા મહત્વના બનાવ બનતા જોવા મળે.

  • જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી