જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી – ઉર્જાના વિવિધ ક્ષેત્રોમાં કટોકટી સર્જાતી જોવા મળે

તા. ૨૭.૪.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ ચૈત્ર વદ બારસ, પૂર્વાભાદ્રપદા   નક્ષત્ર, ઐંદ્ર  યોગ, કૌલવ  કરણ આજે સવારે ૧૧.૦૧ સુધી  જન્મેલાંની  ચંદ્ર રાશિ કુંભ (ગ ,સ,શ ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) .

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ)       : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

અગાઉ લખ્યા મુજબ શુક્ર મહારાજ ઉચ્ચના થવા જઈ રહ્યા છે ત્યારે શેરબજારને ઓક્સિજન મળ્યો છે તો સોસીઅલ મીડિયાની મોટી ડીલ થવા જઈ રહી છે. જો કે છેલ્લા ઘણા સમયથી લોકો એક નવા પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છે કેમ કે સોસીઅલ મીડિયામાં હાલના બધા પ્લેટફોર્મથી લોકો હવે ધીમે ધીમે સંતૃપ્ત થતા જાય છે. શુક્ર મહારાજ ના ઉચ્ચના થવા સાથે માર્કેટમાં નવી લક્સરીયુએસ અને સારી ક્વોલિટીની વસ્તુઓ આવતી જોવા મળે. આ સમયમાં ફિલ્મ જગત અને કલા જગતમાં થી સારી કળાની પ્રસ્તુતિ થતી તથા કલાકારોને પ્રોત્સાહન મળતું જોવા મળે. ચૈત્ર માસમાં શનિવારે અમાસ આવી રહી છે તેથી શનિ અમાવાસ્યા બનશે વળી આ અમાસ પર જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ આવી રહ્યું છે, આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું રહેશે નહિ પરંતુ મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં થતા આ ગ્રહણની દૂરગામી અસરો વિશ્વભરમાં જોવા મળશે. ઉર્જાના વિવિધ ક્ષેત્રોમાં કટોકટી સર્જાતી જોવા મળે વળી પેટ્રોલિયમ બાબતે પણે પ્રશ્નો ઉભા થતા જોવા મળે. ખાસ કરીને કોઈ પણ પ્રદેશના ઈશાન ભાગમાં વધુ ઉપદ્રવ જોવા મળે. આ ગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં થતું હોય મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિના જાતકોએ વિશેષ કાળજી રાખવી. શનિ અમાવાસ્યા અને  ખંડગ્રાસ સૂર્યગ્રહણ સાથે આવી રહ્યા હોય સાધના માર્ગે આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે સાધના કરવાથી સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે ખાસ કરીને ગ્રહોને લગતી સાધનાઓ આ દિવસે કરવાથી તેનું બળ પ્રાપ્ત કરી શકાય છે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી