તા.૨૩.૧૨.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૯ માગશર વદ અમાસ, મૂળ નક્ષત્ર, કિંષતુઘ્ન કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
સિંહ (મ,ટ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે.
વૃશ્ચિક (ન,ય) : મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
અગાઉ લખ્યા મુજબ ખપ્પર યોગમાં કોરોનાએ માથું ઉચક્યું છે તો વિશ્વ સ્તરે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને ઘણા દેશો યુદ્ધની કગાર પર ઉભા છે તો બીજી તરફ એક દેશથી બીજા દેશમાં જવું કઠિન થઇ રહ્યું છે અને શક્ય છે કે બહુ ઝડપથી કેટલાક દેશમાં જવું મુશ્કેલ બની જશે. હાલમાં ભારતનો યુવા વર્ગ વધુને વધુ કેનેડા અને યુએસ તરફ વળી રહ્યો છે ત્યારે બદલાતા સમયની તાસીર જાણવી જરૂરી બને છે. સમય એટલો ઝડપથી બદલાઈ રહ્યો છે કે હિમાલયના શિખર જેવી લાગતી કંપનીઓના હાથપગ પણ ધ્રુજવા લાગ્યા છે. ટ્વિટર થી લઈને ગુગલ સુધીના એકચક્રી સાશન કરતા માંધાતાઓ પણ નુકસાન કે સ્પર્ધામાં અટવાતા જોવા મળી રહ્યા છે જે વિષે હું અગાઉ લખી ચુક્યો છું. આગામી દિવસોમાં પણ દરેક ક્ષેત્રમાં નવી સ્પર્ધા જોવા મળશે અને નવા સંશોધન અને ટેક્નોલોજી સામે આવતી જોવા મળશે. વળી શનિ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે ફાઈલમાં દબાઈ ગયેલા ઘણા જુના કેઈસ ફરી ઊખળતાં જોવા મળશે અને ઘણા વિસરાઈ ગયેલા કાંડ તાજા થતા જોવા મળશે. દરેક યુગનો જેમ ઉદય હોય છે તેમ તેનો અસ્ત પણ હોય છે એ પ્રકૃતિનો નિયમ છે અને ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ખુદ આ નિયમ સમજાવે છે. જે વ્યક્તિનો સૂર્ય મધ્યાહ્ને તપતો હોય અને ત્યારે તે સત્કર્મ કરે તો જ તે જન્મોજન્મ આત્માની સંસ્કારિતા જાળવી શકતો હોય છે એ શાશ્વત સત્ય છે. પ્રિય કવિ મિત્ર સ્નેહી પરમાર લખે છે એમ “સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,,,કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.”