જ્હોન-નિખિલ અડવાણી નહિ શરૂ કરી શકે ‘ગોરખાનું શૂિંટગ

  • સંરક્ષણ મંત્રાલયની અનુમતિ વગર

    બોલિવૂડમાં ડિફેન્સ અંગેની ફિલ્મ બનતી રહેતી હોય છે. હવે જ્હોન અબ્રાહમ ‘ગોરખા બનાવી રહૃાો છે. આ ફિલ્મનું શૂિંટગ શરૂ થાય તે પહેલાં તે ઘણી બાબતોનું ધ્યાન રાખવા માગે છે, કારણ કે હાલમાં જ ‘ગુંજન સક્સેના અંગે જે વિવાદ થયો તે આવો કોઈ વિવાદ પોતાની ફિલ્મ માટે થાય તેમ ઈચ્છતો નથી. જ્હોન હાલમાં ‘મુંબઈ સાગા તથા ‘સત્યમેવ જયતે ૨માં વ્યસ્ત છે. નિખિલ અડવાણીના બેનરની ‘ગોરખા સેનાના ગોરખા રેજિમેન્ટ પર આધારિત છે. પ્રોડક્શન હાઉસના સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે ફિલ્મમાં કેરેક્ટર કેવું હશે અને ફિલ્મની વાર્તા શું છે તે અંગે ડિફેન્સ મિનિસ્ટ્રીને જાણ કરવામાં આવી છે. પ્રોડક્શન હાઉસના એક અધિકારીએ કહૃાું હતું કે લૉકડાઉનમાં ડિફેન્સ મિનિસ્ટ્રીની પરવાનગી લેવા માટેની તમામ ઔપચારિકતા પૂર્ણ કરી લેવામાં આવી હતી.
    હવે ડિફેન્સ મિનિસ્ટ્રી ફિલ્મ અંગે ક્યારે હા પાડે તેની રાહ જોવાઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયની પરવાનગી મળ્યા બાદ ફિલ્મના શૂિંટગનું શિડયૂઅલ નક્કી કરવામાં આવશે. પ્રોડક્શન હાઉસ નથી ઈચ્છતું કે મંત્રાલય ફિલ્મ અંગે કોઈ આપત્તિ કે વિરોધ કરે. હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુંજન સક્સેના તથા ૨૦૧૬માં રિલીઝ થયેલી ‘એરલિટને સંબંધિત મંત્રાલયની નારાજગી સહન કરવી પડી હતી. ‘એરલિટ રિલીઝ થઈ ત્યારે વિદૃેશ વિભાગના અનેક બ્યૂરોક્રેટે કહૃાું હતું કે ક્રિએટિવ લિબર્ટીના નામ પર ફિલ્મના તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ ફિલ્મ અંગે ડિરેક્ટર રાજા કૃષ્ણ મેનને ઓન રેકોર્ડ કહૃાું હતું કે તે લોકોએ શૂિંટગ પર જતા પહેલાં વિદૃેશ મંત્રાલયને સ્ક્રિપ્ટ તથા પત્ર મોકલ્યો હતો.
    અનેક અઠવાડિયા સુધી જવાબ ના આવતા તેમણે મજબૂરીમાં શૂિંટગ શરૂ કરવું પડ્યું હતું. ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લમાં જે રીતે એરફોર્સની ઈમેજ બતાવવામાં આવી છે તે અંગે એરફોર્સે નારાજગી વ્યક્ત કરી છે. વાયુસેનાના પૂર્વ મહિલા અધિકારીએ કહૃાું હતું કે ફિલ્મમાં ખોટી બાબતો બતાવવામાં આવી છે. ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘કૅપ્ટન નવાબ સંરક્ષણ મંત્રાલય તરફથી જવાબ મોડો આવતા ફિલ્મ શરૂ જ થઈ શકી નહોતી. જ્હોન તથા નિખિલ આ પ્રકારના વિવાદ ઈચ્છતા નથી. આથી જ ‘ગોરખાનું શૂિંટગ શરૂ થાય તે પહેલા ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી તમામ પરવાનગી લેવા ઈચ્છે છે.