ઝડપી બોલર ઉમેશ યાદવની પત્નીએ દિકરીને જન્મ આપ્યો

ભારતીય ટીમનો ઝડપી બોલર ઉમેશ યાદવ ભલે ઑસ્ટ્રેલિયાના પ્રવાસથી બહાર થઈ ગયો છે, પરંતુ નવા વર્ષના અવસર પર તેને એક મોટી ખુશખબર મળી છે. ઉમેશ યાદવ પિતા બની ગયો છે. તેની પત્ની તાન્યા વાધવાએ બાળકીને જન્મ આપ્યો છે. ખુદ ઉમેશ યાદવે સોશિયલ મીડિયા પર આ વાત ફેન્સને જણાવી. ઉમેશ યાદવે બાળકીની તસવીર ટ્વીટ કરીને લખ્યું, ‘બાળકીને જન્મ આપ્યો છે. ઉમેશ યાદવે સોશિયલ મીડિયા પર આ વાત ફેન્સને જણાવી છે.

ઉલ્લેખનીય છે કે ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થઈને ઑસ્ટ્રેલિયા પ્રવાસથી બહાર થઈ ગયો છે. મેલબર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ઉમેશ યાદવની પીંડીમાં ઇજા થઈ હતી, ત્યારબાદ તેને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હવે ઉમેશ યાદવ ભારત પરત ફરશે અને તેની જગ્યાએ ટી નટરાજનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉમેશ યાદવે વર્ષ ૨૦૧૩માં ફેશન ડિઝાઇનર તાન્યા વાધવા સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત આઈપીએલ દરમિયાન થઈ હતી.