અમરેલી,
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હોય, તેના કારણે થયેલ નુકશાન અંગે નિરીક્ષણ કામગીરી શરુ છે. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવી હતી. ધારી તાલુકાના ઝર ગામે કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાન સંદર્ભે નિરીક્ષણ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ધારી તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ધારી મદદનીશ ખેતી નિયામકશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા