રાજુલા,
એશિયાટિક સાવજો ગુજરાત અને ભારત દેશની આન બાન શાન છે ગુજરાતના અમરેલી જિલ્લામાં સૌવથી વધુ સિંહોની સંખ્યા આવેલી છે અહીં પાલિતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ આવેલ રાજુલા રેન્જમાં રાજુલા પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાં સિંહો સહિત વન્યપ્રાણીની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે જેના કારણે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઝાંઝરડા ગામ નજીક આવેલ વિડી વિસ્તારમા એનિમલ કેર સેન્ટર,રેસ્ક્યુ સેન્ટર અને વનવિભાગના ડોક્ટરો અધિકારીઓ માટે રહેવાના ક્વાર્ટર સહિત બાંધકામ આશરે 4 વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવ્યું છે અહીં હાલમાં બંધ હાલતમા છે બાંધકામનું એટલું બધુ હલકી ગુણવત્તા નુ નબળું કામ સામે આવ્યું છે કે સ્થાનિક વનવિભાગ શરૂ કરે તેવી સ્થિતિ નથી આ સ્થિતિમાં શરૂ કરવામાં વનવિભાગનોજ ભ્રષ્ટાચાર બહાર આવે તેવી સ્થિતિ સર્જાઈ તેમ છે જેના કારણે રાજય સરકારના આ કરોડો રૂપીયાની આ હાલત છે ચારે તરફ મોટી તિરાડો અને અતિ નબળા કામના દ્રશ્યો છે જોકે અહીં આજદિન સુધી વનવિભાગના કોઈ ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત કરી નથી જેના કારણે આ કૌભાંડ હજુ બહાર આવ્યું નથી એનિમલ કેર અને રેસ્ક્યુ સેન્ટરની હાલત સૌવથી ખરાબ છે કેટલીક જગ્યા ઉપર સિમેન્ટ વાપરી નથી તો કેટલીક જગ્યા ઉપર અંદર રહેલી ઈંટો બહાર આવી છે લોખંડ બહાર દેખાય રહ્યું છે આ જર્જરિત હાલતમાં આ એનિમલ કેર સેન્ટર છે અહીં આવેલ નવા ક્વાર્ટરોમાં પાણી પડી રહ્યું તિરાડો પણ જોવા મળી રહી છે મોટાભાગે નબળું મટીરીયલ વાપરી મોટું કૌભાંડ આચર્યું છે અહીં કોના સુપરવિઝન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.? કોન્ટ્રાકટર એજન્સી કોની હતી?વનવિભાગના જ અધિકારીઓ પડદા પાછળ હતા કે કેમ? સહિત બાબતોને લઈ વનવિભાગમાં ભારે ગણગણાટ ચાલી રહ્યો છે રાજુલા પીપાવાવ પોર્ટ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં સિંહો દીપડા સહિત વન્યપ્રાણીની સંખ્યા સતત વધી રહી છે સેન્સિટિવ વિસ્તાર હોવાને કારણે રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચએ તૈયાર કરાયુ છે પરંતુ એનિમલ કેર સેન્ટરના બાંધકામના કારણે હાલ તો વન્યપ્રાણીને જાફરાબાદ રેન્જમાં આવેલ 20 કિલોમીટર દૂર બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાની ફરજ પડી રહી છે ઇમરજન્સી પોહચવમા પણ ઘણું દૂર થાય આટલી મોટી સુવિધા રાજુલા રેન્જમા 9 કિલિમિટર ઘર આંગણે ઉભી તો કરી દીધી પણ વપરાય તેવી સ્થિતિ નથી બીજી તરફ સ્થાનીક સિંહપ્રેમીઓએ પણ નારાજગી સાથે સમગ્ર મામલે તપાસ કરવા માટેની રાજય સરકાર સમક્ષ માંગ ઉઠાવી રહ્યા