Main Menu

ઝારખંડ વિધાનસભા મહાગઠબંધનની જીતથી રાજીપો વ્યક્ત કરતા ધારાસભ્યશ્રી વિરજીભાઇ

અમરેલી,81 સીટો વાળી ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં હેમંત શોરેનના નેતૃત્વ હેઠળનો ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના મહાગઠબંધનની જીતથી ધારાસભ્ય વીરજીભાઇ ઠુમ્મરે રાજીપો વ્યક્ત કરી એક નિવેદનમાં જણાવેલ છે કે. છેલ્લા એક વર્ષમાં એક પછી એક એમ પાંચ રાજ્યો ભાજપના હાથમાંથી સરકી જતા કોંગ્રેસ મુક્ત ભારતનું સપનુ જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ મુક્ત ભારતની ચિંતા થવા લાગી છે. વધ્ાુમાં જણાવેલ કે ઝારખંડની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમીત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. ચડ્ડા, સૌરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય પ્રધાનો અને ઝારખંડ ભાજપના તમામ નેતાઓએ શામ,દામ,દંડ અને ભેદ સહિત તમામ શક્તિઓ કામે લગાડી હતી. અને 65 સીટો જીતવાનો દાવો કરતા હતા તે ખોટો સાબીત થયો છે. તેની જવાબદારી ઝારખંડ ભાજપના આગેવાન અને તત્કાલીક મુખ્યમંત્રી રઘુવરદાસના માથે નાખવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમીત શાહે સ્વીકારવુ જોઇએ.