ઝિમ્બાબ્વેમાં મોંઘવારી અંકુશમાં લાવવા વ્યાજદરમાં ૧૯૦ ટકાનો વધારો

ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંક મુજબ, ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનું અનુમાન ૧૬૦ ટકા કરી દૃેવાયું છે જે અગાઉ ૨૫ ટકા હતું પણ બાદમાં ૩૫ ટકા સુધી વધારવામાં આવ્યું હતું. જો કે આ તમામ પ્રયત્નો છતાં પણ તેને ૧૦૦ ટકાથી નીચે લાવી શક્ય નથી. આ કારણે જ હવે વિકાસ દરનું અનુમાન પણ પૂર્વના ૫.૫ ટકાથી ઘટાડીને ૩.૫ ટકા કરવામાં આવી રહૃાું છે. જો કે ઝિમ્બાબ્વેમાં આર્થિક સંકટ વર્ષોથી છે. વર્ષ ૨૦૦૯માં પણ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે દૃેશે અમેરિકી ડોલર અપનાવ્યો હતો પરંતુ તેનું કોઈ સંતોષજનક પરિણામ આવ્યું ન હતું જેથી ૨૦૧૯માં ફરી ઝિમ્બાબ્વે ડોલર અપનાવી લેવાયો હતો. ઝિમ્બાબ્વેમાં એપ્રિલ મહિનામાં મોંઘવારી દર ૧૦૦% જેટલો હતો.ઝિમ્બાબ્વે હાલમાં ગંભીર આર્થિક સંકટથી ગુજરી રહૃાું છે. દૃેશમાં મોંઘવારીનો દર વધ્યો છે. આ મોંઘવારીનો સામનો કરવા માટે ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંકે પોતાના વ્યાજ દરમાં ૧૯૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઝિમ્બાબ્વેમાં પહેલેથી જ વિશ્ર્વનો સૌથી મોંઘો વ્યાજ દર છે અને હવે મોંઘવારીને કાબૂમાં લેવા માટે મુખ્ય વ્યાજ દરમાં ૧૯૦ ટકાનો વધારો કરવો પડશે. આર્થિક ફુગાવાને લીધે અગાઉ ૧૭ જૂને કેન્દ્રીય બેંકે તમામ બેંકોને નવી લોન આપવા પર પ્રતિબંધ મુક્યો હતો અને લોનના વ્યાજ દરો ઘટાડીને ૮૦ ટકા કરવામાં આવ્યા હતા, જે ૧ જુલાઈથી લાગુ થવાના હતા. હવે તેને વધારીને ૧૯૦ ટકા કરવાની તૈયારી છે. રાષ્ટ્રપતિ ઈમર્સન મંગાગ્વાએ કહૃાું કે, દૃેશમાં આર્થિક ફુગાવાનો દર વધ્યો છે. સરકાર ભાવવધારાને અંકુશમાં લેવા માટે પ્રયત્નશીલ છે. તેમણે આગળ કહતું કે, સરકાર કૃષિ ક્ષેત્રની સુરક્ષા પર વધારે ભાર આપશે અને કૃષિ ક્ષેત્રને બચાવવા માટે ઓછા વ્યાજ દરે લોનની ઓફર આપશે.