ટપુસેનાને કારણે ગોકુલ ધામના એકમેવ સેક્રેટરી જેલમાં જશે!

  • પોલીસે ભીડેને હાથકડી પહેરાવી 
  • ગણેશોત્સવની ધૂમધામથી ઓનલાઈન ઉજવણી કર્યા બાદ હવે ગોકુલધામમાં પાછો ટેન્શનનો માહોલ જોવા મળ્યો

ગણેશોત્સવની ધૂમધામથી ઓનલાઈન ઉજવણી કર્યા બાદ હવે ગોકુલધામમાં પાછો ટેન્શનનો માહોલ છે. કોરોનાને કારણે આ વખતે ટપુસેનાએ ગણેશોત્સવની ઉજવણી વર્ચ્યુઅલી કરવાનું નક્કી કર્યું હતું, અને તેમાં જોરદાર ખર્ચો પણ કરાયો હતો. સેલિબ્રેશન સુધી તો ઠીક હતું, પરંતુ ટપુસેનાએ તો કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ લોકોને પણ પાછા ઈનામો આપીને રુપિયાનો જોરદાર ધૂમાડો કર્યો હતો. ગોકુલધામના સેક્રેટરી ભીડે માસ્તર પહેલાથી જ આ સેલિબ્રેશનમાં થયેલા ખર્ચા પર ચિંતા વ્યક્ત કરી રહૃાા હતા અને હવે તેમના માટે ખરેખર મોટું ટેન્શન ઉભું થયું છે. ભીડેએ ગણેશોત્સવની ઉજવણીમાં સોસાયટી ફંડમાંથી એકેય રુપિયો નહીં મળે તે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું. જોકે, ટપુસેનાએ તો પોતે બધું મેનેજ કરી લેશે તેમ કહીને જોરદાર તામજામ સાથે સેલિબ્રેશન કર્યું હતું. તેના માટે માત્ર ડેકોરેશન જ નહીં, ઓનલાઈન સેલિબ્રેશન માટે ગોઠવાયેલા સેટઅપમાં પણ જબરજસ્ત ખર્ચો કરાયો હતો. ભીડે વારંવાર ટપુસેનાને પૂછી રહૃાો હતો કે આ ખર્ચો ક્યાંથી કાઢશો, તો જવાબમાં ટપુસેના ભીડે માસ્તરને ટેન્શન ના લેવાની સલાહ આપતી હતી. પરંતુ હવે ટપુસેના સાથે ભીડે અને સમગ્ર ગોકુલધામ સોસાયટી પણ ટેન્શનમાં છે. ટપુસેનાએ કાર્યક્રમની ઉજવણી માટે સ્પોન્સર્સ શોધ્યા હતા, અને તેમની પાસેથી મળનારી રકમથી જ સમગ્ર કાર્યક્રમનો ખર્ચો નીકળવાનો હતો. સ્પોન્સર્સ રુપિયા આપી દૃેશે તેમ માનીને ટપુસેનાએ ઉધારીમાં આખુંય આયોજન કર્યું હતું. પરંતુ હવે સ્પોન્સર્સ ટપુસેનાના ફોનનો જવાબ નથી આપી રહૃાા, અને બીજી તરફ ડેકોરેશનવાળા, કેમેરાવાળા અને લાઇટિંગવાળા ઉઘરાણી કરી રહૃાા છે. જેનાથી ટપુસેના ટેન્શનમાં આવી ગઈ છે. વાત તો છેક ત્યાં સુધી પહોંચી ગઈ છે કે ઉઘરાણીવાળા સીધા ભીડેના ઘરે પહોંચી રહૃાા છે, અને સોસાયટીના સેક્રેટરી પાસેથી પોતાના બિલની રકમ માગી રહૃાા છે. બીજી તરફ ભીડે પણ આ સમગ્ર આયોજન ટપુએ કર્યું હોવાથી સોસાયટી ફંડમાંથી એક રુપિયો પણ નહીં મળે તેવું કહી ઉઘરાણી કરવા આવનારાઓને પાછા મોકલી રહૃાો છે. જોકે, પોતાના રુપિયા ના મળતા હવે તે લોકો પોલીસ પાસે પહોંચ્યા છે. ભીડે સોસાયટીનો સેક્રેટરી હોવાના નાતે રુપિયા આપવા બંધાયેલો છે તેમ કહી પોલીસ પણ ગોકુલધામ પહોંચી છે, અને રુપિયા ના આપી રહેલા ભીડેને હાથકડી પહેરાવી દીધી છે.