ટીવી એક્ટર રાજ અનડકટે વિવિધ રોલ પ્લે કર્યા છે. તેણે ફેમિલી ડ્રામા, કોમેડી, માયથોલોજિકલ સિરિયલમાં કામ કર્યું છે. હવે તે ફિલ્મ તથા ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવા માગે છે. તે ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુનો રોલ પ્લે કરે છે. જોકે, ચર્ચા છે કે રાજે આ સિરિયલ છોડી દૃીધી છે, પરંતુ હજી સુધી સિરિયલના મેકર્સ તથા એક્ટરે આ અંગે પુષ્ટિ કરી નથી. ’ઈ ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહૃાું હતું કે તે એક્ટર તરીકે દરેક પ્રકારના રોલ કરવા માગે છે. તે એક જ મીડિયમમાં કામ કરવા માગતો નથી. તેને જે ઓફર્સ આવશે તેમાં બેસ્ટ કરશે. તે બાઉન્ડ્રીમાં કામ કરવા ઈચ્છતો નથી. તે સ્કાય ઇઝ લિમિટમાં માનનારો છે. તે હવે ફિલ્મ ને વેબ સિરીઝમાં કામ કરવા ઉત્સુક છે. રાજને જ્યારે પૂછવામાં આવ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ પર મોટાભાગે બોલ્ડ સીન્સ આવતા હોય છે. તો તે પણ આ સીન્સ કરશે? જવાબમાં એક્ટરે કહૃાું હતું કે જો તે બોલ્ડ સીન્સ અથવા ઇન્ટિમેટ સીન્સ ભજવવામાં કમ્ફર્ટેબલ નથી. તેને હજી સુધી આ અંગે વિચાર્યું નથી. તેને ખ્યાલ નથી કે તે તેના પર કેવી પ્રતિક્રિયા આપે. તેણે બોલ્ડ પ્રોજેક્ટ્સ અંગે વિચાર્યું નથી. જો તેને એક્શન કરવાની થશે તો તે આ માટે તૈયાર છે. તેને આ ગમે છે. તે પોતાની ઓનસ્ક્રીન ઈમેજ બદલવા માગે છે. રાજ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે કામ કરવા માગે છે. તેનું સપનું છે કે તે રોહિત શેટ્ટી સાથે કામ કરે. તેણે રોહિત શેટ્ટીની ફિલ્મ્સ એકથી વધુ વાર જોઈ છે. તે જ્યારે પણ અવોર્ડ ફંક્શનમાં રોહિત શેટ્ટીને મળે ત્યારે તે તેમની સાથે વાત પણ કરવાની િંહમત કરી શકતો નથી. રાજે એમ પણ કહૃાું હતું કે તે ’ખતરો કે ખિલાડી’માં કામ કરવા તૈયાર છે. જો તેને આ શો ઑફર થયો તો તે તેમાં કામ કરવા તૈયાર છે. આવતા વર્ષે તે આ શોમાં કામ કરવા તૈયાર છે. શરૂઆતમાં તેણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું નહોતું. તે હાલમાં જીમ જાય છે. રાજે વધુમાં ઉમેર્યું હતું કે તે હાલમાં શું જમે છે તેના પર ફોકસ કરે છે. તેણે પર્સનલ ટ્રેનર પણ રાખ્યો છે. તેણે ડાયટ પ્લાન બનાવીને આપ્યો છે અને તે રેગ્યુલર આ ફોલો કરે છે. જોકે, જ્યારે તે ટ્રાવેિંલગ કરતો હોય છે ત્યારે ડાયટ પ્લાન ફોલો કરી શકાતો નથી. તે રજાઓમાં ક્યારેય કેલરીની ગણતરી કરતો નથી. હાલમાં તે કાર્બ્સ ઓછા લે છે. રાજ અનડકટ ટીવી એક્ટ્રેસ કનિકા માન સાથે મ્યૂઝિક વીડિયો ’સોરી સોરી’માં જોવા મળશે. આ મ્યૂઝિક વીડિયોનું શૂિંટગ દૃુબઈમાં કરવામાં આવ્યું છે.