અમરેલી,
અમરેલી શહેરનો ઝડપથી વિકાસ થઇ રહયો છે અને જે તે સમયથી ગામતળની હદ ન વધારાતા જમીનો બિનખેતી નથી થઇ જેને કારણે ટાઇટલ કલીયર માટે અમરેલીનાં હજારો મીલકતધારકો મુશ્કેલીમાં મુકાયેલા હોય આ પ્રશ્ર્નનો ઉકેલ ન આવતા ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયા પાસે અમરેલીવાસીઓને અપેક્ષા છે કે તે આ મામલે સરકારમાં રજુઆત કરે તો
અમરેલી જ નહી પણ આખા રાજયના પાલિકા વિસ્તારોનો મોટો પ્રશ્ર્ન હલ થાય તેમ છે.હાલમાં અમરેલી શહેરના માણેકપરા, સુખનાથપરા, ગજેરાપરા, લીલીયારોડ, કેરિયા રોડ અને જિલ્લાની અન્ય નવ નગરપાલિકાઓ વાળા ચલાલા,બગસરા,રાજુલા, જાફરાબાદ,લાઠી, બાબરા, બગસરા,દામનગર,સાવરકુંડલામાં પણ બીનખેતી ન થઇ હોય તેવી હજારો મિલકત છે જો મહેસુલ કાયદાની કલમ 125 હેઠળ સરકાર જાહેરનામુ બહાર પાડે તો જમીનને બીનખેતી કરવાની આ સતા સીટી સર્વેને મળે પીઆર કાર્ડ નિકળે તો આવી હોય પોતાની માલીકીની છતા બાંધકામની દ્રષ્ટીએ અનઅધિકૃત ગણાતી હોય તેવી આ મીલકતો ટાઇટલ કલીયર થાય તો મીલકતધારકોને પોતાની મીલકતો ઉપર લોન પણ મળી શકે.જિલ્લાની તમામ પાલિકા વિસ્તારમાં જે મકાનો ખેતીની જમીન ઉપર બીનખેતી વગર થયા છે તેમાં ટાઇટલ કલીયર ન મળતા લોન પણ મળી શકતી નથી અને મજાની બાબત એ પણ છે કે નાન નાન ગામડાઓમા વડાપ્રધાનશ્રીને કારણે સ્વામીત્વ યોજનામાં બાંધકામો બીનખેતી માં સરળતાથી થાય છે માત્ર શહેરી વિસ્તારોને જ મુશ્કેલી છે તેમાય કોર્પોરેશનમાં પણ આ પ્રશ્ર્ન નથી માત્ર પાલિકાઓ માટે જ આ પ્રશ્ર્ન છે.આ મામલે સતા રાજય સરકારશ્રીને હોય તે જેથી આ પ્રશ્ર્ન હલ થાય અને જાહેરનામુ બહાર પડે તે માટે અમરેલી કલેકટરશ્રીએ રાજય સરકારશ્રીને 2022માં દરખાસ્ત પણ કરી છે જો આપણા લોકપ્રતિનિધિઓ જાગૃતિ રાખી આ મામલે સરકારમાં રજુઆત કરે તો આ મોટો પ્રશ્ર્ન હલ થાય તેમ છે.