ટાટા ગ્રૂપ મિસ્ત્રી પરિવારની હિસ્સેદારી ખરીદવા માટે તૈયાર

દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રૂપ ટાટા ગૂપ અને તેના સૌથી મોટા લઘુમત્તી શેરહોલ્ડર મિસ્ત્રી પરિવારની વચ્ચે શેરને મામલે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહૃાો છે. ટાટા ગ્રૂપે આ વિવાદને સમાપ્ત કરવા પહેલ કરી છે. ટાટા ગ્રૂપે કહૃાુ કે, તેઓ મિસ્ત્રી પરિવારની હિસ્સેદારી ખરીદવા માટે તૈયાર છે.
ટાટા સંસના વકીલે મંગળવારે સુપ્રીમ કોર્ટે કહૃાુ કે, તેઓ રોકડ સંકટનો સામનો કરી રહેલા શાપૂરજી પાલોનજી ગ્રૂપની ૧૮ ટકા હિસ્સેદારી ખરીદવા માટે તૈયાર છે. શાપૂરજી પાલોનજી ગ્રૂપ પોતાના ગ્રૂપની ચૂકવણી માટે નાણાં એક્ત્ર કરવા ઇચ્છે છે પરંતુ તેઓ હિસ્સેદારી વેચવાના બદલે શેર ગીરવી મૂકીને ઉછીના નાણાં લઇ શકે છે. ટાટા ગ્રૂપનું માનવુ છે કે, આવું કરવામાં જોખમ છે. જેનાથી એવા રોકાણકારોના હાથમાં શેર જતા રહેશે જેઓ આગળ જઇને કંપનીના હિતની વિરુદ્ધ કામ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે મિસ્ત્રી ગ્રૂપને કહૃાુ છે કે તેઓ ૨૮ ઓક્ટોબર સુધી ટાટા ગ્રૂપને કોઇ શેર વેચશે નહીં અને તેને ગીરવી મૂકશે. આ કેસની આગામી સુનાવણી ૨૮ ઓક્ટોબરે શરૂ થશે. શાપૂરજી પાલોનજી ગ્રૂપ પર પાલોનજી મિસ્ત્રી અને તેના પરિવારનું નિયંત્રણ છે. મિસ્ત્રી ગ્રૂપની ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં ૧૮ ટકા હિસ્સેદારી છે. મિસ્ત્રીના દિકરા સાયરસ મિસ્ત્રીને વર્ષ ૨૦૧૬માં ટાટા સન્સના ચેરમેન પદથી હટાવી દૃીધા હતા અને ત્યારથી ટાટા ગ્રૂપ અને સાયરસ મિસ્ત્રી વચ્ચે વિવાદ ચાલી રહૃાો છે.
મિસ્ત્રી પરિવારના રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોમ એમ્પ્લોઇઝનો બિઝનેસ છે. મિસ્ત્રી ગ્રૂપની દેવાની ચૂકવણી માટે ટાટા સન્સમાં પોતાની કેટલીક હિસ્સેદારી ગીરવી મૂકીને ૧ અબજ ડોલર એક્ત્ર કરવાની યોજના હતી. એસપી ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની શાપૂરજી પાલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ પર ફેબ્રુઆરીના અંત સુધી ૯૨૮૦ કરોડ રૂપિયા (૧.૩ અબજ ડોલર)નું દેવુ હતુ. સમગ્ર ગ્રૂપ પર માર્ચ ૨૦૧૯ સુધી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે દેવુ છે.