ટાઢોડામાં ગરમા ગરમ ચર્ચા : શું લાગે છે ધારી બગસરામાં ?

  • ધારી, બગસરા, ચલાલા, ખાંભા ઉપરાંત જિલ્લાભરમાં ચાલી રહેલી સતત એક જ ચર્ચા : કોણ જીતશે ભાજપ કે કોંગ્રેસ ? : અપક્ષ ઉમેદવાર પણ સારા મત લઇ ગયા છે 

અમરેલી,
ગઇ કાલે ધારી બગસરા વિસ્તારમાં પેટાચુંટણી પુરી થયા બાદ એક જ ચર્ચા શરૂ થઇ છે કે શું લાગે છે અને કોણ જીતશે ? ભાજપ અને કોંગ્રેસની લડાઇમાં અપક્ષ ઉમેદવારે કેટલા મત લીધા હશે તેની ચર્ચા ધારી, બગસરા, ખાંભા, ચલાલા ઉપરાંત અમરેલી જિલ્લાભરમાં ચાલી રહી છે અને આ વખતે આ બેઠક ઉપર દરેક લોકો અસંમંજસમાં છે કે પરિણામ શું હશે ?
તા.25-10 ના અવધ ટાઇમ્સમાં અણધારી ધારી કહેવાતી આ બેઠકની વિચિત્રતા અંગે રસપ્રદ વિષ્લેષણ રજુ થયુ હતુ જેમાં આ બેઠક અસ્તિત્વમાં આવ્યા પછી આજ સુધીમાં 8 ધારાસભ્ય ચુંટયા છે જેમાંથી 4 ધારાસભ્યોએ પક્ષ બદલ્યા છે જેથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું શ્રી જે.વી.કાકડીયાનું પગલુ લોકોએ કેટલુ સ્વીકાર્યુ છે તે 10મી એ ખબર પડી જશે પણ હાલમાં તો વિવિધ પ્રકારની રાજકીય ચર્ચાઓથી ટાઢોડામાં ભરાતી ઓટલા પરિષદો ગરમા ગરમ બની રહી છે.