ટામેટાંના ભાવમાં વધારો કિલોના ૬૦ રૂપિયા થયા

  • કોરોના કહેરમાં મોંઘવારીનો માર

દૃેશના મોટાભાગના શહેરોમાં વરસાદૃ શરૂ થતાંની સાથે જ ટામેટાંના ભાવ પ્રતિ કિલો વધીને ૬૦ રુપિયા થઈ ગયા છે. કેટલાંક શહેરોમાં તો ૭૦ અને ૮૦ રૂપિયાના ભાવે કિલો પણ ટામેટાં વેચાઈ રહૃાા છે. જ્યાં ટામેટાનુ ઉત્પાદૃન થાય છે તે રાજ્યોના શહેરો હૈદ્રાબાદૃ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ ટામેટાનો ભાવ ૩૦ થી ૪૦ રુપિયા કિલો છે. કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને વધતા ભાવો અંગે કહૃાું હતુ કે, સીઝન નહીં હોવાના કારણે સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ટામેટાના ભાવ વધતા હોય છે.ટામેટા જલદૃી ખરાબ થઈ જતા હોવાથી તેના ભાવમાં ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે. યુપી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તામિલનાડુ, કેરલ અને અરુણાચલ પ્રદૃેશમાં ટામેટાનુ ઉત્પાદૃન ઓછુ થાય છે. આ રાજ્યો ટામેટા માટે બીજા રાજ્યો પર આધારિત છે.દૃેશમાં ૧.૧૫ કરોડ ટન ટામેટાની વાર્ષિક ખપત થાય છે.