ટિયારા રિપોર્ટ જાહેર: અમિતાભ સૌથી વિશ્વસનીય અને સન્માનનીય સેલિબ્રિટી

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હૃાુમન બ્રાન્ડ્સ દ્વારા સેલિબ્રિટીઝનું એક બ્રાન્ડ તરીકે એનાલિસિસ કરીને ટિયારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર અમિતાભ સૌથી વિશ્ર્વસનીય અને સન્માનનીય સેલિબ્રિટી છે. સાથે જ તેઓ સૌથી પ્રતિષ્ઠિત, સૌથી બુદ્ધિશાળી અને સૌથી પ્રામાણિક જેવી કેટલીક કેટેગરીઝમાં પણ ટોચ પર રહૃાા છે. દીપિકા પદુકોણ સૌથી સુંદર અને ગ્લેમરસ સેલિબ્રિટી છે જ્યારે આલિયા ભટ્ટને સૌથી આકર્ષક સેલિબ્રિટી જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટ ૨૩ શહેરોના ૬૦,૦૦૦ લોકોના અભિપ્રાય પર આધારિત છે. જેમાં દેશની જુદા-જુદા ક્ષેત્રોની ૧૮૦ સેલિબ્રિટીઝને સામેલ કરવામાં આવી હતી.
ટિયારાના આ લિસ્ટમાં સૌથી વિવાદાસ્પદ સેલિબ્રિટી ક્રિકેટર ર્હાદિક પંડયા રહૃાો. ર્હાદિક બાદ સલમાન ખાન અને એ પછી કંગના રનૌત રહી. દીપિકા પદુકોણ અને મિતાલી રાજ તેમના પોતપોતાનાં ક્ષેત્રોમાં સૌથી વિશ્વસનીય મહિલા સેલિબ્રિટીઝ રહૃાાં. એ સિવાય દીપિકા સૌથી સુંદર સેલિબ્રિટી પણ છે. એ સિવાય દીપિકા અને રણવીરિંસહને સૌથી સન્માનનીય સેલિબ્રિટી કપલ તરીકે જાહેર કરાયાં છે. આલિયા અને રણબીર કપૂરને સૌથી પ્રભાવી કપલ જાહેર કરવામાં આવ્યું છે.
કઈ કેટેગરીઝમાં કોણ આગળ રહૃાું?
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી આકર્ષક સેલિબ્રિટી કપલ
અક્ષયકુમાર સૌથી અસરકારક કેટેગરીમાં ટોચ પર
વિરાટ કોહલી સૌથી નિર્ભય, સૌથી મનમોહક અને સૌથી સ્ટાઇલિશ સેલિબ્રિટી
સચિન તેંડુલકર સૌથી સારાં મૂલ્યો ધરાવતી સેલિબ્રિટી
એમ એસ ધોની સૌથી પ્રમાણભૂત સેલિબ્રિટી
સાઇના નેહવાલ સૌથી ભરોસામંદ સેલિબ્રિટી
નવાઝુદ્દીન સિદ્દીકી સૌથી વર્સેટાઇલ સેલિબ્રિટી