ટીંબીમાં કોરોનાનો કેસ આવતા લોકોમાં ફફડાટ

ટીંબી,
જાફરાબાદ તાલુકાના ટીંબીમાં એક મહિલાને કોરોના પોઝીટીવ અવતા સમાચાર મળતા લોકોમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે.ટીંબી કુમારશાળા સામે ની ગલીમાં એક મહિલાને કોરોના રીપોટ આવેલ છે. 15-20 દિવસ પહેલા તેમના દિકરાની સગાઈ હતી. પણ તેમના ઘણા સમય વિત્યા બાદ કોરોના પોઝીટીવ આવતા તંત્ર મુંજવણ મુકાયું છે ટીંબી મેડીકલ ઓફીસર અને સ્ટાફ. જાફરાબાદ ટી.ડી.ઓ. શ્રી તૈરેયા અન્ય સ્ટાફ તથા પી.એસ.આઈ ભગીરથસિંહ વાળા, મંત્રી શ્રી ગૌસ્વામી તેમજ સરપંચ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન માટે તજવીજ હાથ ધરી છે. તેમજ આસપાસ ના વિસ્તારમાં મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે.