ટીંબીમાં બે દિવસથી સાવજના ધામા : અગીયાર પશુઓના મારણ

ટીંબી ગામે છેલ્લા બે દિવસથી સાવજનું ટોળુ આવી ચડતા અગીયાર પશુઓના મારણ કરી હાહાકાર મચાવ્યો હતો વહેલી સવારે 4 વાગ્યે ગામમાં આવીને મારણ કરી જયાફત ઉડાવતા સિંહોને કારણે વહેલી સવારે લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી ટપોટપ મારણના બનાવને કારણે પશુપાલકો અને ખેડુતોમાં ભયની લાગણી વ્યાપી ગઇ છે.