ટીંબીમા વૃદ્ધ મહિલા પડી જતા ટીંગા ટોળી કરી 108 સુધી પોહચાડ્યા

અમરેલી,
અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાનું સૌવથી મોટું ગામ ટીંબી ગામ રામપીર મંદિર નજીક માર્ગ અતિ ખરાબ હોવાને કારણે વરસાદ પડતા ગારો થયો છે સ્થાનિકો દ્વારા વાંરવાર રજૂઆતો કરી માર્ગ બનાવવા માટે પરંતુ માત્ર ગ્રાન્ટ આવ્યા બાદ કોઈ કામગીરી ન થઈ હોવાનુ જાણવા મળી રહ્યું છે આજે મંજુલાબેન ભાઈલાલભાઈ ઠાકર 65 વર્ષીય મહિલા ઘરે આકાસ્મિત રીતે પડી ગયા બાદ 108 ને જાણ કરી પરંતુ માર્ગ ખરાબ હોવાને કારણે 108 ઘર સુધી પોહચી શકી નહીં સ્થાનીક લોકો મદદ માટે આવ્યા.