ટીંબી અને જાફરાબાદની વીઝીટ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,ગઇ કાલે ટીંબીના પોઝીટીવ આવેલા તબીબના કોન્ટેકટ ટ્રેસીંગ કરી કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયેલા 500 મીટર તથા આસપાસના 3 કિ.મી.ના બફર ઝોન વિસ્તારની મુલાકાત લઇ એસપીશ્રી નિર્લિપ્ત રાયએ નિરીક્ષણ કર્યુ હતુ અને સ્થાનિક તંત્રને સુચનાઓ આપી હતી.
જ્યારે તાજેતરમાં જ જાફરાબાદમાં બનેલા બનાવોની ચાલી રહેલી પોલીસ તપાસની પ્રગતિ જોઇ અને તપાસનીસ અધિકારીને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.