ટીંબી માર્કેટયાર્ડ ખાતે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી મળતા ખેડૂતોમાં ખુશી

ટીંબી,
જાફરાબાદના ટીંબી માર્કેટિંગ યાર્ડ ખાતે ચણા ની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી મળતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ટીંબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ચેતનભાઇ શિયાળ દ્વારા અગાઉ આ બાબતે આ વિસ્તારના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન આપી હીરાભાઈ સોલંકી દ્વારા દિલીપભાઈ સંઘાણી ને લેખિત અને મુખી રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ દિલીપભાઈ સંઘાણી દ્વારા આ બાબતે સરકાર રજૂઆત કરતાં આજે આ ટીંબી માર્કેટિંગ યાર્ડ ન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી મળી ચૂકી છે અને આ વિસ્તારના ખેડૂતો દ્વારા દિલીપભાઈ સંઘાણી હીરાભાઈ સોલંકી તેમજ ટીંબી યાડના ચેરમેન ચેતનભાઇ શિયાળનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે .
વાત કરીએ ટીંબી માર્કેટીંગ યાર્ડની તો અગાઉ ના સમયમાં અહીંના ખેડૂતોને ચણા વેચવા માટે ખાંભા સુધી જવો પડતો અને ત્યાં પૂરતો ભાવ પણ ના મળતો અને વાહન ભાડું પણ શુ કરવું પડતું જ્યારે હવે ટીંબી યાર્ડમાં ચણાની ખરીદીની મંજૂરી મળતાંની સાથે જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ટીંબી યાડ માં ચેતનભાઇ શિયાળ તેમજ હીરાભાઈ સોલંકી ના પ્રયત્નોથી છેલ્લા બે વર્ષથી સિંગ ની ખરીદી પણ સારી એવી થઈ રહી છે અને ખેડૂતોને પૂરતા ભાવ પણ મળી રહ્યા છે આ ઉપરાંત કપાસ માં પણ સારા એવા ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતો ખુશ છેતેમ દિલુભાઈ વરૂ જાફરાબાદએ જણાવ્યું છે.