ટીટોડીએ બગસરામાં ત્રીજા માળે 30 ફૂટની ઉંચાઇએ ઈંડા મૂક્યા

બગસરા ,બગસરા અમરેલી રોડ ઉપર આવેલ મુરલીધર અલંગ ના ત્રીજા માળ ની અગાશી એ ટીટોડીએ ઈંડા મુક્યા જે જોઈ બગસરા ના ખેડૂતો ને સારા વરસાદ ની આશા બંધાઈ છે જોઈએ હજુ તો એક માસ જેવો સમય છે ત્યારે બગસરા ના કિસાન મોરચા ના બાલુભાઈ ગઢીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જૂના જમાના માં કહેતા કે ટીટોડી જેટલા ઊંચા ઈંડા મૂકે તેટલો સારો વરસાદ થાય છે અને ટીટોડી તેના ઈંડા પાણી આંબે નહિ તે રીતેજ ઈંડા મુક્તિ હોય છે