ટીમમાં આ બદલાવ કરવાથી પંજાબ સામે મળી જીત: ધોની

આઈપીએલની આ સિઝનની પહેલી જ મેચમાં ધોનીની સીએસકએ મુંબઈને હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી. પણ તે બાદની સતત ૩ મેચોમાં સીએસકેની હાર થઈ હતી. પણ રવિવારે દુબઈમાં કિંગ્સ ઈલેવન પંજાબને ૧૦ વિકેટથી હાર આપીને સીએસકે શાનદાર જીત મેળવી હતી. જે બાદ ધોનીએ કહૃાું કે, તેઓની ટીમ નાની-નાની બાબતોને સુધારવામાં સફળ રહી હતી. પોઈન્ટ ટેબલમાં અંતિમ ક્રમે ચાલી રહેલી ચેન્નાઈ સુપરિંકગ્સે ૧૭૯ રનના લક્ષ્યનો પીછો કરતાં ફાફ ડુ પ્લેસિસ (અણનમ ૮૭) અને શેન વોટ્સન (અણનમ ૮૩) વચ્ચે ૧૮૧ રનની અતૂટ પાર્ટનરશિપને કારણે ૧૭.૪ ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર ૧૮૧ રન બનાવીને જીત હાંસલ કરી હતી. વોટ્સને ૫૩ બોલમાં પોતાની ઇનિંગમાં ૩ સિક્સ અને ૧૧ ચોગ્ગા માર્યા હતા જ્યારે ડુ પ્લેસિસે ૫૩ બોલમાં ૧૧ ચોગ્ગા અને એક છક્કો ફટકાર્યો હતો.
મેચ જીત્યા બાદ કેપ્ટન ધોનીએ પ્રતિક્રિયા આપતાં કહૃાું કે, અમે નાની નાની બાબતોને સુધારી હતી. બેટિંગમાં અમે જે શરૂઆતની જરૂર હતી તે શરૂઆત મળી હતી. આશા છે કે આગામી મેચોમાં તેનું પુનરાવર્તન કરવામાં સફળ રહીશું. આક્રમક બેટિંગ કરનાર વોટ્સનની ઈિંનગ અંગે ધોનીએ કહૃાું કે, તે નેટ પર બોલને બહુ જ સારી રીતે હિટ કરી રહૃાો હતો અને તમને તેનું પિચ પર પુનરાવર્તન કરવાનું હોય છે. આ સમય સમયની વાત છે. ફાફ અમારા માટે એક્ધરની ભૂમિકા ભજવે છે અને વચ્ચેની ઓવરોમાં સારા શોટ રમે છે. તે લેપ શોટની સાથે હંમેશા બોલર્સને ભ્રમમાં નાખે છે. ધોનીએ કહૃાું કે,
પંજાબની ટીમને ઓછા સ્કોર પર રોકવી મહત્વપુર્ણ રહી હતી. પહેલી ત્રણ-ચાર મેચ જોયા બાદ મને લાગ્યું કે જો તમે પંજાબને ઓછા સ્કોર પર રોકશો તો તેમના પર દબાણ નાખી શકાય છે. તમામ ટીમોની પાસે આક્રમક બેટ્સમેન છે, જે બોલિંગને ધ્વસ્ત કરી શકે છે અને અમારા બોલર્સે સારું પ્રદર્શન કર્યું. પંજાબની આ સતત ત્રીજી અને પાંચ મેચોમાં ચોથી હાર છે. જેનાથી હવે તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે ફેંકાઈ ગઈ છે. જેને જોઈ કેપ્ટન લોકેશ રાહુલ ખુબ જ નિરાશ જોવા મળી રહૃાો છે.