ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણ ફરી મેદાન પર કરશે વાપસી

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણ ફરી મેદાન પર વાપસી કરવા જઈ રહૃાો છે. પઠાણ આ વર્ષે યોજાનાર લંકા પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. આ લીગમાં ઈરફાન પઠાણ કેન્ડી ફ્રેન્ચાઈજી ટીમ તરફથી રમશે. કેન્ડી તરફથી ટી-૨૦ના બાદશાહ ક્રિસ ગેલ અને શ્રીલંકાના સ્ટાર ખેલાડી કુશલ પરેરા પણ રમશે. શ્રીલંકાના કુશલ મેન્ડિસ અને નુવાન પ્રદીપ સિવાય ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લિયામ પ્લક્ધેટ પણ કેન્ડીની ટીમમાં છે. વર્લ્ડકપ વિજેતા પૂર્વ ક્રિકેટર હસન તિલકરત્ને આ ફ્રેન્ચાઈજીના કોચિંગ ટીમમાં સામેલ છે.

ઇરફાન પઠાણે કહૃાું કે,  કેન્ડી ફ્રેન્ચાઈજી સાથે જોડાઈને ખૂબજ ખુશી અનુભવી રહૃાો છું. આ ટીમમાં અનેક દિગ્ગજ ખેલાડીઓ છે અને હું આ ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છું.” આ વર્ષની શરુઆતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેનાર ઈરફાને ભારત માટે ૨૯ ટેસ્ટ, ૧૨૦ વનડે અને ૨૪ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શ્રીલંકા પ્રીમિયર લીગ આઈપીએલ બાદ શરુ થશે અને ૨૧ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી રમાશે. લીગમાં આ વર્ષે કોલંબો, ગલ, દામ્બુલા, જાફના અને કેંન્ડી મળીને કુલ ૫ ફ્રેન્ચાઈજી ટીમ ભાગ લેશે. જેમાં કુલ ૨૩ મેચ આ ટૂર્નામેન્ટમાં રમાશે.