ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની ફરી વાર માતા બનવા તૈયાર…!!

ટીવી કપલ અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી હાલમાં માતા-પિતા બન્યા છે. પહેલીવાર માતૃત્વનો આનંદ માણી રહેલી અનિતા તેના બેબી બમ્પને મિસ કરી રહી છે. નાગિન-૩ની એક્ટ્રેસે હાલમાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના મેટરનિટી ફોટોશૂટ દરમિયાનની એક તસવીર શેર કરી છે. આ તસવીર ખૂબ જ સુંદર છે. પરંતુ તેણે કેપ્શનમાં જે વાત કહી છે તે માત્ર તેના ફેન્સ માટે જ નહીં પરંતુ પતિ રોહિત માટે પણ સરપ્રાઈઝ સમાન છે.

અનિતાએ તસવીરની સાથે જણાવ્યું છે કે, તે તેના બેબી બમ્પને મિસ કરી રહી છે અને તે બીજા બાળક માટે પણ તૈયાર છે. તેણે લખ્યું છે કે, ’પેટને મિસ કરી રહી છું. તેવું નથી કે હાલ મારી પાસે નથી. પરંતુ આના જેટલું ક્યૂટ નથી. સારું, હું પહેલાથી વધુ એક બાળક માટે તૈયાર છું. રોહિત રેડ્ડી ગોવાએ હાલમાં અનિતા એચ. રેડ્ડીને અનફોલો કરી’.

કેપ્શન વાંચીને અનિતાના ફેન્સ, ફોલોઅર્સ અને ફ્રેન્ડ્સ પણ હસવાનું રોકી શક્યા નહીં. રિદ્ધિમા પંડીત અને અદિતિ ભાટિયાએ કોમેન્ટમાં ’હાહાહાહા’ લખ્યું છે.

અનિતાની વાત કરીએ તો, પહેલીવાર મમ્મી બનેલી એક્ટ્રેસ રાત અને દિવસ નાનકડા દીકરા સાથે પસાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તે દીકરા આરવ સાથેની ક્યૂટ મોમેન્ટ શેર કરતી રહે છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે આરવના કાનમાં ગાયત્રી મંત્ર બોલતી જોવા મળી હતી.