ટીવી એક્ટ્રેસ માહી વિજે તેનો બર્થ ડે પરિવાર સાથે સાદગીથી સેલિબ્રેટ કાર્યો

ટીવી એક્ટ્રેસ માહી વિજ આજે (૧ એપ્રિલ) તેનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે અને તેને સૌથી સારી વિશ પતિ જય ભાનુશાળી તરફથી મળી છે. જય ભાનુશાળીએ ફેમિલી સેલિબ્રેશનનો વીડિયો સો.મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં માહી દીકરી તારા સાથે બર્થ-ડે કેક કટ કરતી જોવા મળી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ’હેપી બર્થ ડે’ સોન્ગ વાગી રહૃાું છે. બર્થ-ડે ગર્લને ખાસ અંદાજમાં વિશ કરતાં જયે લખ્યું, ’હેપી બર્થ ડે, માહી વિજ. તારા દરેક સપનાઓ સાચા થાય. આઈ લવ યુ મારા બાળકોની મા અને મારી જિંદગી. ખૂબ બધી કિસ અને હગ’. માહીએ આભાર માનતા લખ્યું, ’અવવવ થેક્ધ યુ’.

જયના સ્પેશિયલ બર્થ ડે વિશ બાદ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અને ફ્રેન્ડ્સે પણ માહીને વિશ કર્યું છે. કરણવીર બોહરા, ભારતી સિંહ, રશ્મિ દેસાઈ, નેહા મિશ્રા, આરતી સિંહ અને ઘણાએ માહીને શુભેચ્છા પાઠવી છે.

બર્થ ડે પોસ્ટ સિવાય, કેક કટ કરતાં પહેલા માહી સાથે થયેલી ફની વાતચીતની ઝલક પણ દેખાડી છે. જેમાં જય, માહીને તે કેટલા વર્ષની થઈ તેમ પૂછી રહૃાો છે. હંમેશાની જેમ આ સવાલનો જવાબ પણ માહીએ મસ્ત રીતે આપ્યો. તેણે જયને કહૃાું, તે ૨૬ વર્ષની થઈ છે. જય પૂછે છે કે, ’ખરેખર?’ તો માહી કહે છે, ’હા, કારણ કે હું હજી પણ ૨૬ વર્ષની છોકરીને મ્હાત આપી શકું છું’. બાદમાં તેના કૂલ એક્સપ્રેશન જોવા મળે છે.

માહી વિજે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક બૂમરેંગ વીડિયો શેર કર્યા છે. જેમાંથી એકમાં તેના હાથમાં બલૂન છે અને સાથે લખ્યું, ’આજે મારો બર્થ ડે છે અને હું યુવાન થતી થઈ રહી છું’. એક વીડિયોમાં તે તારાને કિસ આપતી જોવા મળી રહી છે