ટીવી સિરિયલ ભાખરવડીના ક્રૂ મેમ્બરનું કોવિડ ૧૯ને કારણે મોત

મુંબઈ,
ટીવી સિરિયલ ‘ભાખરવડી’ માં કામ કરતાં એક ક્રૂ મેમ્બરનું કોવિડ ૧૯ને કારણે ૨૧ જુલાઈના રોજ અવસાન થયું હતું. સિરિયલના અન્ય ક્રૂ મેમ્બર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ગાઈડલાઈન પ્રમાણે ૨૬ જુલાઈથી ત્રણ દિવસ માટે શૂિંટગ અટકાવી દૃેવામાં આવ્યું હતું અને પૂરી કાસ્ટ તથા ક્રૂનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. સોમવાર, ૨૭ જુલાઈના રોજ આવેલા રિપોર્ટ પ્રમાણે, સિરિયલના આઠ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમને આઈસોલેટ કરી દૃેવામાં આવ્યા છે. સિરિયલના પ્રોડ્યૂસર જે ડી મજેઠિયા છે. જે ડી મજેઠિયા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સના વાઈસ ચેરમેન પણ છે. તેમણે ન્યૂઝ ચેનલ આજતક સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને કહૃાું હતું કે તેઓ આ ઘટનાથી દૃુ:ખી છે અને પ્રયાસ કરે છે કે કર્મચારીના પરિવારને પૂરતી મદદ મળે. પ્રોડ્યૂસર જે ડી મજેઠિયાએ ‘ભાખરવડી’ ના સેટ પર જ ક્રૂને રહેવાની વ્યવસ્થા કરી હતી.
આ સાથે જ બધાને પર્સનલ લોકર્સ પણ આપવામાં આવ્યા હતા. જે કર્મચારીનું નિધન થયું તે ૨૫ જૂનથી લઈ ૧૩ જુલાઈ સુધી સેટ પર જ રહૃાો હતો. ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જે ડી મજેઠિયાએ કહૃાું હતું કે જે કર્મચારીનું અવસાન થયું તેનું નામ અબ્દૃુલ છે અને તે દરજી હતો. કંપની સાથે ૧૦-૧૨ વર્ષથી જોડાયેલો હતો. પહેલી જુલાઈના રોજ તેનું ટેમ્પરેચર ૯૪.૮ અને પલ્સ ૭૬ તથા ઓક્સીમીટર ૯૬ હતું. ૧૩ જુલાઈના રોજ ટેમ્પરેચર ૯૧.૮ અને પલ્સ ૭૮-૮૦ તથા ઓક્સીમીટર ૯૮ હતું. અબ્દૃુલે પ્રોડ્યૂસરને તબિયત સારી ના હોવાની વાત કરી હતી અને વચ્ચે તે ડોક્ટર પાસે પણ જઈ આવ્યો હતો.